RTE એકટ હેેેઠળ શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧માં નબળા અને વંચિત જુથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અંગે
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;ગુરૂવાર : ગુજરાત સરકારા દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ–૨૦૦૯ની કલમ ૧૨(૧) ક હેઠળ બિન અનુદાનત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે, જે બાળકોએ ૧ જુન-૨૦૨૦ ના રોજ પાંચ વર્ષ પુર્ણ કરેલ હોય તે બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ http://rte.orpgujarat .com વેબસાઇટ પર તા. ૧૯-૦૮-૨૦૨૦ થી તી ૨૯-૦૮-૨૦૨૦ દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે રજુ કરવાના જરૂરી આધાર-પુરાવા સહિતની તમામ વિગતો વેબસાઇટ પરા મુકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઇન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. સદર પ્રવેશ પ્રકિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રકિયા COVID-19 મહામરીના કારણે રદ કરેલ છે. વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો ( લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહશે. ઓનલાઇન અપલોડ કરવાના રહે.ઓનલાઇન ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેશે નહી.
પ્રવેશ મેળવવા માંગતા વાલીઓને માહિતીના અભાવે કોઇ મુશ્કેલી ના પાડે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી, તાપીની કચેરીના હેલ્પલાઇન નંબર – ૦૨૬૨૬-૨૨૨૦૫૭ પર સંપર્ક કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી જયેશ પટેલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.