ઉમરપાડા તાલુકાનું દેવઘાટ અને ચોખવાડા ખાતેનું પંચનાથ મહાદેવનાં મંદિરનો વિસ્તાર ચોમાસામાં જોવા લાયક બન્યો છે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં દેવઘાટ ખાતે અતિસુંદર કુદરતી ધોધ આવેલા છે.આ સ્થળ ઉપર જંગલ વિસ્તારમાંથી જવાય છે. હાલમાં ચોમાસાની મૌસમ હોય આ સ્થળ તથા ચોખવાડા ખાતે વર્ષો જૂનું પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળને રાજ્યનાં પ્રવાસન વિભાગે પ્રવાસન સ્થળ તરીકે ઉભું કરી સારી એવી સુવિધાઓ ઉભી કરી છે. હાલમાં આ બન્ને સ્થળની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળે એમ છે. પકૃતિપ્રેમી એવા કેતનકુમાર ભટે પ્રજાજનોને આ સ્થળોની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other