તા.૨૦મીએ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;બુધવાર: જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે તા.૨૦/૦૮/૨૦૨૦ને સ્થળ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે સવારે ૯:૦૦ થી ૫:૦૦ કલાક દરમિયાન મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યો તેમજ કોલેજના યુવાનો તથા તાપી જિલ્લાના યુવક-યુવતિઓને મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા અનુરોધ છે. સદર સેવા કાર્યમાં જિલ્લાના યુવાનો, શિક્ષકો, ભાઇઓ-બહેનોને પોતાનું બ્લડ ડોનેટ કરી ઉમદા સેવાકીય કાર્યમાં COVID-19ની ગંભીર સ્થિતિને પંહોચી વળવા સદર કેમ્પમાં સહભાગી થવા જાહેર નિમંત્રણ છે. વધુ વિગતો માટે નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના નિરીક્ષકશ્રી દિનેશભાઇ ચૌધરી મો. નં. ૯૯૭૯૫૫૭૮૧૪ નો સંપર્ક કરવા વિનંતી છે.