તાપી જીલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું મોત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 12 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા સોનગઢ તાલુકામાં 5 મોત, વાલોડ તાલુકામાં 1 મોત તેમજ વ્યારા તાલુકામાં સૌથી વધુ 6 મોત થયા છે.
આજરોજ વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે પુરુષ દર્દી જેમની ઉંમર-૭૯ વર્ષ; પુરુષ રહેવાસી – જુનાગામ તા.સોનગઢ, જિલ્લા- તાપી તા-૦૫-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. તેઓને દાખલ સમયે લોહિના ટ્કા ખુબ ઓછા (૬.૫%) હતા જે આજ રોજ તા-૧૧-૦૮-૨૦૨૦ ના રોજ સાંજે ૦૪:૪૫ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ફેઇલર સાથે સિવિયર ન્યુમોનિયા એસોસિએટેડ એક્યુટ રિનલ ફેઇલર અને સિવિયર એનિમીયા સાથે કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.