૧૮૧ મહિલા હેલ્પલાઈન , તાપી દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હાલમાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે . હાલ કોરોના મહામારીને કારણે મહિલાઓ એકત્રિત ન થઈ શકતી હોવાથી ટેકનોલોજીના ઉપયોગ વડે ગુજરાતનાં તમામ જિલ્લાઓ સહિત તાપી જિલ્લામાં પણ વેબીનારનાં માધ્યમ અને હેલ્પલાઈન વિશે મહિતગાર કરી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી .
આજે તા .૧૧ મીનાં રોજ મહિલા સશકિતકરણ પખવાડીયાનાં દસમાં દિવસે , મહિલા કર્મયોગી દિન નિમિત્તે તાપી જિલ્લાનાં વ્યારા ખાતે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન તાપી દ્વારા બહેનોને ૧૮૧ મહિલા હેલ્પલાઈન વિશે વિગતવાર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ GVK EMRI દ્વારા પખવાડિયા દરમ્યાન વેબિનારના માધ્યમથી ચાલતા કાર્યક્ર્મૉ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસના અનુસંધાને પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર ઉમા તેમજ દિપક તેરૈયાનો કાર્યક્રમ ઉપસ્થિત મહિલાઓને દર્શાવી મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.