આહવામાં સરકારી વિનિયન અને વાણિજ્ય વિજ્ઞાન કોલેજમાં પી.જી. કોર્ષના વિષયો ઉપલબ્ધ કરાવવા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યુ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરત સંલગ્ન ડાંગ જિલ્લાના આહવામાં સરકારી વિનિયન અને વાણિજ્ય વિજ્ઞાન કોલેજમાં હાલે બી.એ, કોમર્સ, અને સાયન્સના સ્નાતકના અભ્યાસક્રમો ચાલુ છે પરંતુ પી.જી. કોર્ષ ના વિષયો હાલે ઉપલબ્ધ ન હોવાને કારણે ડાંગ જીલ્લાના આદિવાસી વિસ્તારના વિધાર્થીઓને રાજ્યના મોટા શહેરોમાં પી.જી. નો અભ્યાસ કરવાની ફરજ પડે છે અને ડાંગ જિલ્લો અંતરિયાળ વિસ્તાર હોય જેથી વિધાર્થીઓ ને બહાર જઈને અભ્યાસ કરવા માટે પુરતી સગવડો એટલે કે કોલેજ અને છાત્રાલયમાં એડમીશન લેવાનું ઘણું મુશ્કેલ થઈ પડે છે અને એડમીશન મળતું નથી અગર એડમીશન મળે છે તો છાત્રાલયમાં એડમીશન મળતું નથી અને ભાડે રૂમ રાખીને રહેવું પડે છે, બહારની કોલેજમાં આદિવાસી વિસ્તાર ના વિધાર્થીઓ ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે આવો મોટો ખર્ચ તમામ વાલીઓ કરી શકવા સક્ષમ નથી ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ દરેક જીલ્લામાં પી.જી. કોર્ષ ના એટલે કે અનુસ્નાતકોના વિષયો માન્યતા આપવામાં આવેલ છે જ પરંતુ ડાંગ જિલ્લાના અસ્તિત્વ પછી પણ આજના સમયે પણ ડાંગ જિલ્લામાં પી.જી. કોર્ષ ઉપલબ્ધ નથી જેને લઇને ડાંગ જિલ્લા એન.એસ.યુ.આઈ. અને ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ડાંગ જિલ્લાની આહવાની કૉલેજ માં પી.જી. ના ડિપાર્ટમેન્ટ એટલે કે અનુસ્નાતક ના વિષયો જેવા કે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, બી.એડ, એમ.કોમ., એમ.એસ.સી. વગેરે ઉપલબ્ધ કરવામાં આવે તે મુદ્દે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામા આવ્યું હતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આહવા એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ ચૌધરી પરેશભાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ વિનોદ ભોયે, તાપી જિલ્લા એન.એસ.યુ.આઈ.ના કાર્યકર અવિનાશ જાદવ, ડાંગ જીલ્લા કોંગ્રેસના કાર્યકર સ્નેહલભાઈ ઠાકરે, ઈદિંરાબેન રોહિત કારોબારી અધ્યક્ષ, બિરશા બ્રિગેડ મહેશભાઈ આહીરે અને રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *