ડાંગ આહવા ખાતે આવેલ આઈ.ટી.આઈ.નાં કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ આઈ.ટી.આઈનાં કર્મચારીઓ કે જેઓ ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ સાથે જોડાયેલ છે. આ મંડળની માંગણીઓમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી. સ્ટોરકિપરનાં ગ્રેડ પે સુધારવા બાબતે હજી સુધી સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી.જેના વિરોધ બાબતે આહવા આઈ.ટી.આઈ ખાતેનાં કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી પોતાનું કાર્ય ચાલુ રાખ્યુ હતુ.

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના મંડળ વર્ગ-3 આઈ.ટી.આઈ.નાં કર્મચારીઓ દ્વારા સરકારને પોતાના પ્રશ્નો જેવા કે સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર અને આસી. સ્ટોરકીપરનાં ગ્રેડ-પે સુધારવા બાબતે સરકારને રજુઆત કરી હતી.આઈ.ટી.આઈનાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરનું પગાર ધોરણ 5200-20200, ગ્રેડ -પે 2800 છે.જેમાં જુના ભરતીના નિયમ મુજબ આ જગ્યા માટે આઈ.ટી.આઈ. પાસ લાયકાત હતી.પરંતુ હાલમાં નવી ભરતીના નિયમ મુજબ સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર અને આસી. સ્ટોરકીપર ડિપ્લોમા, ડિગ્રી અને 1 થી 3 વર્ષનો અનુભવ માંગવામાં આવે છે.પરંતુ તેના સ્કેલ પે માં કોઈ સુધારો કરેલ નથી. આ ઉપરાંત માધ્યમિક શિક્ષકોને પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4200 આપવામાં આવે છે.અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને 9300-34800 ગ્રેડ પે 44000 આપવામાં આવે છે. જ્યારે ITIનાં સુપરવાઈઝર અને ઇન્સ્ટ્રકટર અને આસી.સ્ટ્રોરકીપરનું પગાર માધ્યમિક શિક્ષકો કરતાં પણ નીચું છે. જે સમગ્ર ભારતમાં સૌથી નીચું 5200-20200 ગ્રેડ પે 2800 છે. આ ગ્રેડ પે સુધારવા અંગે સરકારને અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી.પરંતુ સરકાર દ્વારા માંગ ન પુરી કરતાં આઈ.ટી.આઈનાં કર્મચારીઓ દ્વારા આજરોજ કાળીપટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other