વિશ્વ આદિવાસી દિવસે primitive group, #weworkforgreen તથા લાઇબ્રેરી ગ્રૂપ વ્યારા દ્વારા વૃક્ષારોપણ કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રૂપે  તારીખ ૯ ઓગસ્ટના રોજ સમસ્ત આદિવાસી સમાજ, primitive group તથા #weworkforgreen દ્વારા ૩૦૦૦ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું, એમાં ડોલવણ તાલુકા માં ૧૫૦૦ રોપા તથા વ્યારા માં ૧૫૦૦ રોપાનું વિતરણ કરી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. લાઇબ્રેરી ગ્રૂપ વ્યારા દ્વારા અલગ અલગ જગ્યા પર વૃક્ષારોપણ જેમાં ૨૦૦ રોપા ચંદ્રલોક સોસાયટી, હિમાંશુ ચૌધરી ૧૦૦, બોરખડી ગામ ૧૦૦, કીમકુવા સ્કુલ સોનગઢ ૨૦, તુલસી પાર્ક કલ્પેશભાઈ ધોડિયા ૫૦ વગેરે મળીને ટોટલ 1500 રોપા અને ડોલવણ ૧૫૦૦ રોપા આમ તાપી જિલ્લાના વ્યારા ખાતે ૯ ઓગસ્ટના રોજ વૃક્ષારોપણનું  સુંદર આયોજન શાંતિપ્રિય રીતે  પુર્ણ થયો.  જેની સાથે #weworkforgreen ના સભ્યો અને મિત્રો દ્વારા પોતાનું યોગદાન રૂપે ફાળો પણ જમા કરવામાં આવ્યો જેથી નજીકના સમયમા વૃક્ષારોપણ અને તેની જાણવણી માટે મદદ થઈ શકે જે બદલ #weworkforgreen દ્વારા કાર્યક્રમમાં યોગદાન આપનારા તમામનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *