નજીવી ટેક્નિકલ ખામીને પગલે તાલુકા મથક માંગરોળની પ્રજાએ ૨૧ કલાક સુધી અંધારપટમાં રહેવું પડયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નજીવી ટેક્નિકલ ખામી માંગરોળ ટાઉન ફીડરની વીજ લાઈન ઉપર ઉભી થતાં ગત તારીખ ૮ મી નાં સાંજે ૫.૩૦ કલાકે માંગરોળ ટાઉન વીજ ફીડર ઉપર જોડવામાં આવેલાં તમામ ટી.સી. ઉપરનો વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો, જેને પગલે અનેક વીજ ગ્રાહકોએ આખી રાત અંધારપટમાં રહેવાનો વખત આવ્યો હતો, રાત્રીનાં જ માંગરોળ, DGVCL કચેરીનાં અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી, તથા પ્રજાજનોની વીજ પ્રશ્નો અંગેની ફરિયાદ માટે જે ગ્રાહક સેવા કેન્દ્ર સુરત ખાતે ઉભું કરવામાં આવ્યું છે તેનાં નંબર ઉપર રાત્રીના અનેકો વખત કોલ કર્યા છતાં ફરજ ઉપરનાં અધિકારીઓએ કોલ રીસીવ કર્યો ન હતો. આજે તારીખ ૯ નાં સવારે ફરી માંગરોળ DGCVL કચેરીનાં અધિકારીઓને જાણ કરતાં જવાબ મળ્યો કે માણસો આવે એટલે લાઈન ઉપર મોકલીએ છીએ છતાં બોપોરે ત્રણ વાગ્યે પણ માંગરોળ વીજ ટાઉન ફીડર ઉપરનો વીજ પુરવઠો શરૂ થયો ન હતો. જેને પગલે છતાં પાણીએ વીજ પુરવઠો ન હોવાથી પ્રજાજનોની પાણીની ટાંકીઓ ખાલી રહેતાં કપડાં ધોવાનો અને પીવાનાં પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો. આમ માંગરોળ DGVCL કચેરીની લાલીયાવાડી અને બેદરકારી ને પગલે તાલુકા મથકની પ્રજા એ ૨૧ કલાક સુધી અંધારપટ માં રહેવાનો વખત આવ્યો હતો..