સ્મીમેર હોસ્પિટલમાં ૨૦ હજાર લીટરની વધુ એક લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક ૨૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકવામાં આવી છે. મેયર ડો. જગદીશભાઈ પટેલ, નાયબ વનસંરક્ષક અને સ્મીમેરના નોડલ ઓફિસરશ્રી પુનિત નૈયરના હસ્તે આ ઓક્સિજન ટેંકનું દર્દીઓની સેવા માટે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૫૦૦૦ Nm3/hr કેપેસીટી ધરાવતું વેપોરાઇઝરનું પણ કાર્યરત કરવામાં આવ્યું છે. અગાઉ ઇન્સ્ટોલ કરાયેલી ૧૦ હજારની લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સાથે હવે સ્મીમેરમાં ૩૦ હજારની લીટર ઓક્સિજન ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાશે. આજથી કાર્યરત થયેલી ઓક્સિજન ટેંક આજથી દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. ૨૦,૦૦૦ લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક આજથી દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે.મેયરશ્રીએ જણાવ્યું હતું કે, હવે કુલ ૩૦ હજાર લીટર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ થતા અહીં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને હવે ઓક્સિજનની તંગી રહેશે નહિ.