તાપી જિલ્લામાં વ્યારા અને કુકરમુંડા ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી થશે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, વ્યારા) : વ્યારા:શુક્રવાર: આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં ૯મી ઓગસ્ટના રોજ આદિવાસી દિનની ઉજવણી કરવાનું નિર્ધારિત કરાયું છે. જે અન્વયે તાપી જિલ્લામાં વ્યારા ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં મંત્રીશ્રી આર.સી.ફળદુ અને કુકરમુંડા મામલતદાર કચેરી તાલુકા સેવાસદન ખાતે સવારે ૯.૩૦ કલાકે મંત્રીશ્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતીમાં ‘વિશ્વ આદિવાસી દિન’ ની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણીના આયોજન અંગે આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમા કલેક્ટરશ્રીએ સાંપ્રત કોવિદ-૧૯ના સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખી તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ નિયત પ્રોટોકોલ સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું આયોજન કરવા સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લાના આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ, પ્રગતિશીલ ખેડૂતો, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં ઝળકેલા ખેલાડીઓનું બહુમાન કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોના ચેકો, અધિકારપત્રો તથા કીટનું વિતરણ કરાશે.
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other