તાપી જિલ્લાના ૨૦ યોગ કોચ-ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરાયા

Contact News Publisher

ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત કરાયા

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;શુક્રવાર: સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજયમાં ૧૨૬ યોગ કોચ તથા ૮૨૮૪ યોગ ટેનર્સને તાલીમ આપી તાલીમબધ્ધ કર્યા છે. યોગ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બદલ પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો. આજે જિલ્લા સેવા સદન ખાતે યોજાયો હતો.
જેમા તાપી જિલ્લામાં ૨૦ યોગ કોચ/ટ્રેનર્સને વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વ્યારા ખાતે જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમા સાંસદશ્રી પરભુભાઈ વસાવા, કલેક્ટરશ્રી આર.જે.હાલાણી તથા અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગેજિલ્લા રમત ગમત અધિકારી અમરસિંગ રાઠવા, યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત સીની.કોચ ચેતન પટેલ સહિત મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતા.
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other