તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા સોનગઢ તાલુકામાં 3 મોત, વાલોડ તાલુકામાં 1 મોત તેમજ વ્યારા તાલુકામાં સૌથી વધુ 6 મોત થયા છે.
આજરોજ વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે મહિલા દર્દી ઉંમર-૫૬ વર્ષ; સ્ત્રી રહેવાસી – ઉકાઇ, તા- સોનગઢ, જિલ્લા- તાપી. તા-૨૬-૦૭-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. દર્દી ને હાઇપરટેંશન, ડાયાબિટિસ મેલાઇટસ, ડાયાબિટિક કિટો- એસિડોસિસ પણ હતુ અને સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૦૫-૦૮-૨૦૨૦ ના રોજ રાત્રે ૧૦:00 વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ડિસ્ટ્રેસ સિંડ્રોમ – ડાયાબિટિક કિટો- એસિડોસિસ સાથે ડાયાબિટિસ મેલાઇટસ સાથે હાઇપરટેંશન હોઈ શકે છે.