ડાંગ જિલ્લામાં નોંધાયા વધુ બે “કોરોના” કેસ 

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

જિલ્લામાં કુલ ૩૦ પૈકી ૧૨ એક્ટિવ કેસ : ૧૮ દર્દીઓ સ્વસ્થ થતા અપાઈ રજા 

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : તા: ૫: “કોરોના”ના સંક્રમણ વચ્ચે ડાંગ જિલ્લામાં આજે બે વધુ “કોરોના” પોઝેટિવ કેસો સામે આવવા પામ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આહવાના ડુંગરી ફળિયા ખાતે એક ૨૩ વર્ષિય યુવતિ સહિત વઘઇના આશાનગર ખાતે ૬૫ વર્ષિય પુરુષનો “કોરોના” ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે.

ડાંગમાં વધતા “કોરોના” ના કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનેટાઈઝરના નિયમિત ઉપયોગ, અને સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, આજના બે કેસ સાથે ડાંગ જિલ્લામાં કુલ ૩૦ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૧૮ દર્દીઓ સાજા થતા તેમને નિયમોનુસાર ડિસ્ચાર્જ કરાયા છે, જયારે આજે આ લખાઈ રહ્યું છે, ત્યારે જિલ્લામાં ૧૨ એક્ટિવ કેસો રહ્યા છે, જેમને આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનુસાર આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other