તાપી જીલ્લામાં આજે વાંસકુઈનાં યુવાનને કોરોના ભરખી ગયો : દર્દીઓનાં કુલ મોતનો આંક 9 : 9 માંથી માત્ર 1 દર્દીનાં મોતનું કારણ COVID !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 9 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા સોનગઢ તાલુકામાં 2 મોત, વાલોડ તાલુકામાં 1 મોત તેમજ વ્યારા તાલુકામાં સૌથી વધુ 6 મોત થયા છે.
આજરોજ વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૩૫ વર્ષ; પુરુષ રહેવાસી – નહેર ફળિયુ, વંસકુઇ, તા- મહુવા, જિલ્લા- સુરત તા-૦૨-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. દર્દી ને ડાયાબિટિસ મેલાઇટસ, સીવીયર મેટાબોલિક એસિડોસિસ, ડાયાબિટિક કિટો- એસિડોસિસ એક્યુટ કિડની ફૈઇલર પણ હતુ અને સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૦૪-૦૮-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ડિસ્ટ્રેસ સિંડ્રોમ – સીવીયર મેટાબોલિક એસિડોસિસ, ડાયાબિટિક કિટો- એસિડોસિસ એક્યુટ કિડની ફૈઇલર હોઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જીલ્લામાં થયેલ કુલ 9 કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના કિસ્સાઓમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનુું કારણ NON COVID છે તથા માત્ર એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત COVID ને કારણે થયું છે.