મંદીરે જવાનું બહાનું કરી સુરતથી નિકળેલા પાંચ વ્યક્તિ પહોંચ્યા લક્કડકોટ : પરત ફરતી વખતે વ્યારાનાં વીરપુર પાસે ઇનોવા કાર પલ્ટી ખાતા એકનું મોત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરથી પૂરઝડપે પસાર થઈ રહેલ ઇનોવા કાર પલ્ટી મારી ગઈ હતી. ઇનોવા કારમાં ડ્રાયવર સહિત 5 વ્યક્તિઓ બેઠા હતા. જે પૈકી એક વ્યક્તિનું મોત નીપજયું હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગેની પૂરી વિગત જોઇએ તો, ગઇ તા .૦૩ / ૦૮ / ૨૦૨૦ ના રોજ બપોરના આશરે દોઢેક વાગ્યાના સુમારે સ્મિતભાઈ રમેશભાઈ મારુ રહે- સુરત સુમન સ્વર્ગ ઉત્તરાણ B- બીલ્ડિંગ ધ.નં. 304 તથા તેમના કાકા ભાઇ રેનીશભાઇ અનિલભાઇ મારૂ રહે- સુરત સુમન સ્વર્ગ ઉત્તરાણ F- બીલ્ડિંગ ધ.નં .૪૦૫ સુરત શહેર તથા ફેનીલભાઇ કમલેશભાઇ વૈષણવ રહે- સુરત સુમન સ્વર્ગ ઉત્તરાણ B- બીલ્ડિંગ ધ.નં .૩૦૧ સુરત શહેર તથા રાહુલભાઇ તથા નંદુભાઇ બંને રહે. સુરત આત્મિય એપાર્ટમેન્ટ ઉત્તરાણ રેલ્વે સ્ટેશન પાસે સુરત શહેર તથા ડ્રાઇવર ભરતભાઇ મહાજન રહે- સુરત સુમન સ્વર્ગ ઉત્તરાણ F- બીલ્ડિંગ ધ.નં .૮૦૫ સુરત શહેર. જેમની ઇનોવા ગાડી નં . GJ – 05 – JE – 7724 માં બેસીને સુરત પીપોદરા ગામે મોગલ માતાજીના મંદીરે જવા માટે નક્કી કરી નીકળેલા પરંતુ પીપોદરા ગામે ગયેલા નહિ અને સુરતથી કડોદરા બારડોલી થઇ લક્કડ કોટ તા.નવાપુર ગામે બોર્ડર જોવા માટે નીકળેલા અને તે પછી લક્કડ કોટ તા.નવાપુર ગયેલા અને ત્યાં આગળ ચા – પાણી કરીને લક્કડ કોટ તા.નવાપુર ગામેથી સુરત જવા માટે સાંજના છએક વાગ્યાના અરસામાં નીકળેલા તે વખતે ઇનોવા ગાડીનાં ડ્રાઇવર ભરતભાઇએ સોનગઢથી વ્યારા તરફ જતા નેશનલ હાઇવે નં .૫૩ ઉપર મૌજે વીરપુર ગામની સીમમાંથી સાંજના પોણા સાતેક વાગેના અરસામાં પસાર થતા હતા તે વખતે ડ્રાઇવરે ઇનોવા ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડના ડાબી સાઇડે ત્રણ – ચાર વાર પલ્ટી મારી ખેતરમાં ક્લીનર સાઇડે થઇ ગયેલ અને ડ્રાઇવર સાઇડના વ્હીલ આસમાન તરફ હતા તે વખતે રેનીશભાઇ ગાડી માંથી બહાર પડી ગયેલ જેથી તેને મોઢા ઉપર તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવાથી માથામાંથી તથા મોઢામાંથી લોહિ નીકળતુ હતુ અને તે બેભાન થઇ ગયેલ તેમજ આ ઇનોવા ગાડીમાં બેસેલા બીજા કોઇ માણસોને ઇજાઓ થયેલ નહિ. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જનક હોસ્પિટલ-વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રેનીશભાઈ અનિલભાઈ મારુનુું  મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગુનાની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના સંજયભાઈ મધુકરભાઈ કરી રહ્યાં છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other