માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘરબેઠા એકમ કસોટીનું આયોજન કરાયું
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ શ્રી એ.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સરકારશ્રીના આદેશ પ્રમાણે તારીખ 29 અને 30 જુલાઇના રોજ ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓના વાલીઓને વોટ્સએપના માધ્યમથી પ્રશ્નપત્રની સોફ્ટ કોપી મોકલવામાં આવી હતી ત્યારબાદ વાલીઓની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્રના જવાબ લખીને નોટબુક 31 જુલાઇએ સ્કૂલે જમા કરાવવાનું હતું પરંતુ સ્કૂલ ખૂબ મોટી હોવાથી તેને બે રીતે વહેંચવામાં આવ્યું હતું. અગાઉથી જ વાલીઓને વોટ્સએપના માધ્યમ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના વાલીઓ જુદા જુદા સમયે નોટબુક સ્વરૂપે જમા કરાવશે. વિજ્ઞાનપ્રવાહ વિદ્યાર્થીઓના વાલીઓ 4 ઓગસ્ટનાં રોજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને નોટબુક હાઇસ્કુલમાં જમા કરાવી આ નોટબુકનું મૂલ્યાંકન કરવામાં આવશે અને મૂલ્યાંકન કરીને વિદ્યાર્થીઓએ જાણ કરવામાં આવશે. ખરેખર સરકારશ્રીનો હોમલર્નિંગ એક નવીન પ્રયોગ કહી શકાય. હોમ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘર બેઠાં જે સમગ્ર શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થી ઘરે બેસીને આ શિક્ષા મેળવી શકે છે અને અભ્યાસ કરી શકે એના માટે એક સરસ એકમ કસોટીનું સુંદર આયોજન થયું હતું અને ખરેખર સરકારનો અભિગમ વખાણવા લાયક છે એવુ હાઈસ્કૂલના પ્રિન્સિપલ પારસભાઈ મોદીએ જણાવ્યું હતું.