નકટીયાહનવત થી વારસા ને જોડતા ઘાટ માર્ગમાં ભારે વરસાદને પગલે ભેખડો સહિત પથ્થરની મોટી શિલાઓ માર્ગ ઉપર ઘસી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા ના પૂર્વપટી વિસ્તારના નકટીયાહનવત થી વારસા ને જોડતા ઘાટ માર્ગમાં ભારે વરસાદને પગલે ભેખડો સહિત પથ્થરની મોટી શિલાઓ માર્ગ ઉપર ઘસી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
મળતી માહિતી મુજબ રવિવારે ડાંગ જિલ્લા ના પૂર્વપટ્ટી વિસ્તારના નકટીયાહનવત થી મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો વારસા ના ઘાટમાર્ગમાં રવિવારે સાંજે પડેલા અતિ ભારે ધોધમાર વરસાદ ને પગલે ભેખડો, સહિત પથ્થર ની શીલાઓ, વૃક્ષો ધરાશાયી થયા ના બનાવો બન્યા હતા, ડાંગ જિલ્લા મથકે થી 70 કિમિ ના અંતરે બનેલ બનાવ માં માર્ગ મકાન પંચાયત વિભાગે માર્ગ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. હાલ કોરોના લોકડાઉન ના પગલે આ વિસ્તારમાં વાહન વ્યવહાર નહિવત હોવાના કારણે દુર્ઘટના ટળી હતી. તંત્ર ને જાણ કરતા સોમવાર ના રોજ આ માર્ગ ઉપર ધસી પડેલ ભેખડ અને પથ્થર હટાવી દેવામાં આવ્યા હતા .