માંગરોળ : ખાતર ડેપો ઉપર ખાતર હોવા છતાં ખેડૂતોને આજે ન આપતાં ખેડૂતોમાં રોષ : અધિકારીની બદલી થતાં ઉભો થયો વિવાદ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે GNFC નો ખાતરનો ડેપો આવેલો છે.હાલમાં ખેડૂતો ને ખાતરની તાતી જરૂરિયાત છે. ખાતરની છેલ્લા ઘણાં સમયથી અછત ઉભી થવા પામી છે. અને ખેડુતો ખાતર લેવા માટે વહેલી સવારથી ડેપો ખાતે લાઇન લગાવીને ઉભા રહી છે. પરંતુ નિયમ મુજબ એક આધારકાર્ડ પર પાંચ ગુણ ખાતર આપવામાં આવે છે. આજે માંગરોળ ડેપો ખાતે ૨૬૦ ગુણ ખાતર આવ્યું છે. પરંતુ માંગરોળ ડેપો ખાતે જે અધિકારી ફરજ બજાવતાં હતા તેની બદલી કરી દેવામાં આવી છે અને માંગરોળ ડેપોનો ચાર્જ તડકેશ્વર ખાતે કાર્યરત ડેપોના અધિકારીને આપવામાં આવ્યો છે.જેથી ચાર્જ વાળા અધિકારીને માંગરોળ ડેપોનો જે પાસવર્ડ કોડ આપવાનો હોય તે ન આપવામાં આવતા આજે માંગરોળ ડેપો ખાતે ખાતર હોવા છતાં આજે આપવામાં આવ્યું ન હતું આ પ્રશ્ને ખેડૂતોએ હોબાળો મચાવતાં આખરે આજે ટોકન આપી આવતી કાલે ખાતર લેવા આવવાનું જણાવતાં મામલો થાળે પડ્યો હતો.