મામલતદાર કચેરી વ્યારા ખાતે જનસેવા કેન્દ્રની સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ

Contact News Publisher

૪(માહિતિ વિભાગ દ્વારા, તાપી): વ્યારા-તાપી : તા.૩૦ : મામલતદાર કચેરી, વ્યારામાં જનસેવા કેન્દ્ર હસ્તકની સેવાઓ માટે અરજદારોને કોરોના વાયરસના સંક્રમણના સમયગાળા દરમ્યાન રૂબરૂ જનસેવા કેન્દ્ર ખાતે આવવું ન પડે તે માટે digitalgujarat.gov.in નામની ઓનલાઇન વેબસાઇટ પર ડોક્યુમેન્ટ અપલોડ કરી દાખલા/પ્રમાણપત્રોની સેવાઓ ઘરે બેઠા મેળવી શકે છે.
વધુમાં જનસેવા કેન્દ્ર અંગેની કોઇપણ સેવા બાબતે પુછપરછ કરવા માટે મોબાઇલ નંબર:-૭૯૯૦૧૮૮૬૨૨ (અલ્પેશભાઇ), ૮૧૪૧૮૦૦૪૩૦ (હિરલબેન), ૮૭૫૮૨૬૪૩૬૪ (ચંદ્રકલાબેન)ને સંપર્ક કરી શકાય છે. વધુમાં મોબાઇલ નંબર:-૭૯૯૦૧૮૮૬૨૨ (અલ્પેશભાઇ) ઉપર વોટ્સઅપના માધ્યમથી ડોક્યુમેન્ટ મોકલી શકાય છે. જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ ન થાય તે માટે વોટસઅપ નંબર પર ડોક્યુમેન્ટ સ્કેન કરી મોકલી આપી, ટોકન નંબર તથા આવશ્યક જણાય તેવા સંજોગોમાં રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે તારીખ તથા સમય મેળવી, જણાવેલ સમયે ઉપસ્થિત રહી જનસેવા કેન્દ્ર હસ્તકની સેવાઓનો જાહેર જનતા લાભ લે તે મુજબ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે.
ઉપરાંત વૃધ્ધ સહાય, વિધવા સહાય તેમજ સમાજ સુરક્ષા સહાય યોજનાઓ માટે ઉમરલાયક વ્યક્તિઓએ ઘરેથી જ મોબાઇલ નંબર:-૯૯૧૩૬ ૬૦૯૧૦ (બાબુભાઇ) પાસે માર્ગદર્શન મેળવી, પુરાવાઓ તૈયાર કરી, કોઇપણ વ્યક્તિ મારફતે મામલતદાર કચેરીમાં મોકલી આપવા વિનંતી છે. ઉંમરલાયક વ્યક્તિઓ ઘરેથી બહાર નીકળે નહિ અને પોતાના સ્વાસ્થયની કાળજી રાખે તે ઇચ્છનીય છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *