સુરતની મહિલા આઇ.ટી.આઈ.માં ઓગષ્ટ-૨૦૨૦ માટે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ : વિવિધ વ્યવસાયલક્ષી કોર્સમાં પ્રવેશ મેળવવા તા.૨૦ ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકાશે
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મહિલાઓને વિનામુલ્યે વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ આપી સ્વનિર્ભર બનાવતી સુરત જિલ્લાની સરકારી મહિલા આઇ.ટી.આઇ, ભીમરાડ ખાતે ચાલતા જુદા-જુદા વ્યવસાયલક્ષી કોર્સ જેવા કે, કોમ્યુટર ઓપરેટર & પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, ઈન્ટીરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઈન, ફેશન ડિઝાઈન એન્ડ ટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) વગેરેમાં પ્રવેશ સત્ર ઓગસ્ટલ-૨૦૨૦ ની સંસ્થા પરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમામ તાલીમ કોર્સનો સમયગાળો ૦૧ વર્ષનો રહેશે. જેમાં એડમિશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૮/૨૦૨૦ છે. આ અંગે વધુ માહિતી માટે સરકારી આઈ.ટી.આઈ., પોલીસ ચેકપોસ્ટની સામે, ભીમરાડ, સુરતનો સંપર્ક સાધવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) સુરત દ્વારા જણાવાયું છે તેમ આઈ.ટીઆઈ.ના આચાર્યશ્રી દ્વારા જણાવાયું છે.