માંડળ ટોલનાકા ઉપર મોટર સાયકલ માટેનો સાંકળો લેન પહોળો બનાવવા પ્રિમીટીવ ગ્રુપનું જીલ્લા કલેક્ટરને આવેદન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં માંડળ ટોલ નાકુ જ્યારથી બન્યું છે ત્યારથી વારંવાર અકસ્માત થતા ટુ – વ્હિલર મોટર સાયકલ નો સિગલ રસ્તાની પાળી તોળી લેન પહોળો કરાવી આપવા માટે ની માંગ કરતું આવેદન પત્ર તાપી જીલ્લા કલેક્ટરને પ્રિમીટીવ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે.
પ્રિમીટીવ ગ્રુપ દ્વારા તાપી જીલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, ‘’માંડળ ટોલ નાકુ જ્યારથી બન્યું છે ત્યારથી વારંવાર મૌખિક રિતે ટોલ નાકા મેનેજર ને પોલિસ તંત્ર ને તેમજ સ્થાનિક નેતાઓને આ બાબતે એ જણાવવામાં આવેલ છે કે ટુ – વ્હિલર મોટર સાયકલ માટે ની સાઇડ લેન નો રસ્તો ખુબજ સાકળો છે . અને રસ્તો સાકળો કરવા નાની પાળી બનાવી છે . આ નાની પાળી ને લિધે વારંવાર ત્યાં મુસાફિરો અને સ્થાનિકો સાકળા રસ્તા ના ભોગ બને છે અને અસ્માત થાઇ છે . જેથી આ પાળી હટાવી દેવી . પરંતુ આજદીન સુધી તે હટાવી નથી . ગયા અઠવાડીયે માંડળ ટોલ નાકે થી પસાર થતા સ્થાનીક મુસાફિર આ પાળી નો ભોગ બન્યા હતા . જેનો ફોટો કોપી સામેલ છે . સદનશીબે કોઈ જાન હાની થઇ નહોતી પરંતુ જાનહાની થવાની સમભાવના હતી . મીડળ ટોલ નાકા ની આ બેદરકારીના લિધે ભવિષ્ય મા કોઇ નું માથું ફૂટે , પડવાથી બ્રેન હેમરેજ થાઇ , હાથ – પગ ત અથવા મૃત્યુ થાઇ એવી ઘટના કે અસ્માત ન બને એ માટે હમો આપ સાહેબને જાણ કરી આ સિંગલ રસ્તા ની પાળી તોળી અપાવી સ્થાનિક લોકોને સુરક્ષા મળે એ હેતુસર આ અરજી કરેલ છે .. જેથી કરી સ્થાનિકોની સુરક્ષાને જોઇ આપશ્રી સાહેબ દ્વારા યોગ્ય નિર્ણય દિન 10 માં લઇ ઉકેલ લાવી આપવા સમગ્ર તાપી જિલ્લાના આદિવાસી સમાજ વતી હમોની આપને નમ્રઅરજ છે.’’