તાપી જીલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીનાં તત્કાલીન મદદનીશ નિયામક કુષ્ણકુમાર ગોરલાલ ઉપાધ્યાય ઉપર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ -૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા – સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર / જંગમ મિલકતોમાં રોકાણ કરવા . બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેક્શન એકટ -૧૯૮૮ ( સુધારા તા .૩૧ / ૧૦ / ૨૦૧૮ ) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે .

એ.સી.બી. દ્વારા ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે , ખેત તલાવડી , સીમ તલાવડી , પાણીના ટાંકા બનાવવાની કામગીરી થયેલા ગેરરીતિ બાબતે કરેલ ગુના સબંધીત જાહેર સેવકો વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત વસાવ્યા બાબતેની . તપાસ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ ૮ અધિકારી / કર્મચારીનાઓની અંદાજીત કુલ રૂપિયા અઢાર કરોડ ચોસઠ લાખ જેટલી અપ્રમાણસર મિલ્કત શોધી કાઢેલ છે .

આક્ષેપિત કુષ્ણકુમાર ગોરેલાલ ઉપાધ્યાય , ઉ.વ .૨૯ , તત્કાલીન મદદનીશ નિયામક ( હાલ નિવૃત ) , વર્ગ -૨ , ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી , તાપી – વ્યારાનાઓ વિરૂધ્ધ સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે , ખેત તલાવડી , સીમ તલાવડી , પાણીના ટાંકા બનાવવાની કામગીરી થયેલ ગેરરીતિ બાબતે એ.સી.બી. સુરત એકમ , સુરતના તાબા હેઠળ આવેલ પો.સ્ટે . માં કુષ્ણકુમાર ગોરેલાલ ઉપાધ્યાયના વિરુધ્ધ વર્ષ ૨૦૧૮ માં કુલ ૧૪ ગુના દાખલ થયેલ છે .

પ્રાથમીક તપાસ દરમિયાન આક્ષેપિત કુષ્ણકુમાર ગોરલાલ ઉપાધ્યાય તથા તેમના પરીવારના સભ્યોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી મેળવવામાં આવેલ તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીય સલાહકારશ્રી દ્વારા કરવામાં આવેલ .

અપ્રમાણસર મિલ્કતના કેસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશ તથા સી.બી.આઇ. ગાઇડલાઇન મુજબના એ – બી – સી – ડી પત્રક તથા આવક – ખર્ચ અંગેનુ ગ્રાફીકલ પ્રેઝન્ટેશન ( Data Visualization in Graphical Representation of Money Transaction and assets acquisition to prove nexus theory of the accused ) તૈયાર કરી , નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોનું વિગતવારનુ વિશ્લેષણ કરવામાં આવે છે .

કુષ્ણકુમાર ગોરેલાલ ઉપાધ્યાય , ઉ.વ .૨૯ , તત્કાલીન મદદનીશ નિયામક ( હાલા નિવૃત ) , વર્ગ- ૨ , ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી , તાપી – વ્યારાનાઓ વિરૂદ્ધની અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી આક્ષેપિતની સેવા વિષયક દસ્તાવેજી માહિતી , આક્ષેપિત તથા તેઓના પરિવારજનોની સ્થાવર / જંગમ મિલકતો સબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ . જેમાં પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂા .૪,૮૮,૫૦,૧૮૩ / – ( અંકે ચાર કરોડ ઇઠયાસી લાખ પચાસ હજાર એકસો ત્યાસી રૂપિયા પુરા ) જેની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ / રોકાણ રૂ .૯,૫૦,૩૬,૦૩૦ / ( કે નવ કરોડ પચાસ લાખ છત્રીસ હજાર ત્રીસ પુરા ) થયેલ છે . જેથી તેઓ દ્વારા રૂ .૪,૧૨,૫૭,૬૬૯ / – ( અંકે ચાર કરોડ બાર લાખ સત્તાવન હજાર છસો ઓગણસિત્તેર રૂપિયા પુરા ) ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલાનુ જણાયેલ છે . જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૮૪.૪૬ % ( ચોર્યાસી પોઈન્ટ છેતાલીસ ટકા ) જેટલું વધુ છે .

આમ , કુષ્ણકુમાર ગોરેલાલ ઉપાધ્યાયનાઓએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી , ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે , વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી , ભ્રષ્ટાચારથી નાણાં મેળવી , તે નાણાનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલક્તોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થતાં આક્ષેપિતા કુષ્ણકુમાર ગોરેલાલ ઉપાધ્યાય , ઉ.વ .૨૯ , તત્કાલીન મદદનીશ નિયામક ( હાલ નિવૃત ) , વર્ગ -૨ , ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી , તાપી – વ્યારાનાઓ વિરૂદ્ધ તપાસ કરનાર અધિકારી શ્રી બી.જે.સરવૈયા , પો.ઇ.શ્રી , નવસારી એ.સી.બી. પો.સ્ટે.નાઓએ સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ ૧૯૮૮ ( સુધારા કલમ -૨૦૧૮ ) ની કલમ ૧૩ ( ૧ ) ( બી ) તથા ૧૩ ( ૨ ) મુજબ ગુનો દાખલ કરાવેલ છે .

સદર ગુનાની તપાસ સુરત એકમના મદદનીશ નિયામકશ્રી એન.પી.ગોહિલનાઓના સુપરવિઝન હેઠળ શ્રી આર.કે.સોલંકી , પો.ઈન્સ . , સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનનાઓને સોપવામાં આવેલ છે .

આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી / કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો ( જેવી કે ખેતીની જમીન , પ્લોટ , મકાન , ઓફીસ , દુકાન , વાહન , બેન્ક લોકર , બેન્ક એકાઉન્ટ વિગેરે ) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા મની લોન્ડરીંગ અંગેના વ્યવહારોની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં .૧૦૬૪ , ફોન નં . ૦૭૯-૨૨૮૬૬૭૭૨ , ફેકસ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ , ઈ – મેઈલઃ astdir-acb-f2@gujarat .gov.in , વ્હોટસએપ નં. 9099911055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *