માંગરોળના દેગડીયા ગામે ધનવંતરી રથના આરોગ્ય કર્મચારીઓએ ઘર ફરી આરોગ્યલક્ષી ચકાસણી કરી કોરોના અંગે માર્ગદર્શન આપ્યું
Contact News Publisher
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડિયા ગામે covid-19 સર્વેલન્સ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા પ્રેરીત ધનવંતરી રથના આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી હતી,
દેગડીયા ગામે ૧૭૫ જેટલા ઘરોમાં ઘર ઘર ફરી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન ચેક કરવામાં આવ્યું હતું સાથે કોરોના વાયરસથી કઈ રીતે બચી શકાય તેના ઉપાયો તેમજ કયા કયા પ્રકારની તકેદારી રાખવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન રતોલા ગામના આરોગ્ય વિભાગના સી.એચ.ઓ. તેમજ આશા ફેસીલેટર વગેરેની ટીમ દ્વારા લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.