વ્યારા નગરમાં સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા નગરમાં કોરોના રથ ફરાવી કોરોના અંગે જાગૃતિ કેળવવા પ્રયાસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આખા દેશમાં, રાજ્ય તેમજ જિલ્લા અને નગરમાં કોરોનાનુ સંકટ છવાયેલું છે ત્યારે ધનવંતરી ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ વ્યારાના સંયુક્ત ઉપક્રમે કોરોના રથ વ્યારા નગરનાં વિસ્તારો માં તા. ૨૭/૦૭/૨૦૨૦ નાં રોજથી ફેરવવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય તેના વિશે નગરજનોને કોરોના વોરિયર શ્રી રાહુલભાઈ મહેશભાઈ ગામીત, શ્રી રુજલભાઈ પારસભાઈ શાહ, માહિર જાવીદભાઈ શેખ, શ્રી જયેશ રવિન્દ્રભાઈ પવાર, શ્રી ભૂપેશ પ્રહલાદભાઈ બોરસે અને પ્રજેશભાઈ મનુભાઈ ગામીત નગરનાં વિવિધ વિસ્તારોમાં ફરી રૂબરૂ માહિતી આપશે. નગરજનોને આ રથ દ્વારા કોરોના અંગે મહિતગાર કરી તેનાથી કેવી રીતે બચાવ કરી શકાય એ અંગે તૈયાર કરેલ સાહિત્ય આપી સમજ અપાશે. આજરોજ કોરોના રથને નગર સેવા સદન ખાતેથી પાલિકા પ્રમુખશ્રી મેહરનોઝભાઈ, કારોબારી અધ્યક્ષશ્રી રાકેશભાઈ, ગુરુકૃપા સેવામય ટ્રસ્ટનાં પ્રમુખશ્રી યોગેશભાઈ, ચીફ ઓફિસરશ્રી શૈલેષભાઈએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યો હતો.