માંગરોળ : તાલુકાનાં ઝંખવાવ ગામે કોરોનાના કેસો નોંધાતાં, ચાર રસ્તાથી ઝંખવાવની મુખ્ય બજારનો વિસ્તાર હોમ કોરોન્ટાઇન્ટ : જાહેર પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો, પણ કેટલાંક વેપારીઓએ વિરોધ કરતાં પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : -સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં દિવસે દિવસે કોરોનાં ના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છ ત્યારે માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે સતત સાથે કોરોના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ઝંખવાવ ચારરસ્તા થી ઝંખવાવના મુખ્યબજારમાં જતાં માર્ગનાં વિસ્તારને હોમકોરોન્ટાઇન્ટ જાહેર કરી, મુખ્યબજારમાં જતાં માર્ગનાં પ્રવેશદ્વાર પર બ્રેકેટ મૂકી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,સાથે જ આ વિસ્તારમાં તમામ વાહનોને પ્રવેશવા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ ગ્રામપંચાયતે બજારનો સમય સવારે સાત કલાકથી બોપોરે બે કલાકનો કરી દીધો છે,જ્યારે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી ઝંખવાવ ગામે આરોગ્યની ટીમો રવાના કરી આરોગ્યનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.પ્રવેશ બંધ કરવામાં આવતાં કેટલાંક વેપારીઓએ વિરોધ કર્યો કે વાહનો બજારમાં ન આવશે તો અમારા ધંધા પર માંથી અસર થાય એમ છે, જેથી બજારમાં જેમને કોરોનાં ની અસર થઈ છે તે લોકો ની દુકાનો અને મકાનો બંધ કરાવી દેવ જેથી પ્રવેશ ચાલુ કરી દેવામાં આવે અને લોકોની અવર જવર પણ ચાલુ રહે .આવી રજુઆત બાદ ગ્રામ પંચાયતે વેપારીઓ અને ગામનાં આગેવાનોની એક બેઠક બોલાવી આ પ્રશ્ને ચર્ચા કરતાં નક્કી કરાયું કે જેમને કોરોનાં પોઝીટીવ આવ્યો છે એ લોકોની દુકાનો અને મકાનો બંધ કરાવી દઈ બજાર ચાલુ રાખવું તે પણ બોપોરે બે વાગ્યા સુધી, સાથે જ આ વીકમાં જો બીજા કોરોનાં ના નવા કેસો નોંધાય તો આગામી તારીખ ૩ ઓગસ્ટ થી સતત સાત દિવસ સુધી બજાર સંપૂર્ણ બંધ રાખવું એવું નક્કી કરવામાં આવ્યું છે.