માંગરોળ: મામલતદાર કચેરીમાં કાર્યરત ઇ-સ્ટેમ્પની વિન્ડો પર સ્ટેમ્પ લેનારાઓએ સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા : માસ્ક વિના પણ કેટલાંક નજરે પડ્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં દરરોજ સરેરાશ દશ થી બાર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે વહીવટી વિભાગ તરફથી માંગરોળ તાલુકાને રેડઝોનમાં મુકવામાં આવ્યો છે, તાલુકાનાં મોટા બજારોનો ટાઈમ સવારે સાત થી બોપોરે બે કલાક સુધીનો કરી દેવામાં આવ્યો છે. જ્યારે તાલુકા કક્ષાએ કાર્યરત સરકારી કચેરીઓમાં વિન્ડો કામગીરી શરૂ કરવામાં આવી છે. કચેરીમાં અગત્યનાં કામો સિવાય પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે માંગરોળ મામલતદાર કચેરી ખાતે ઇ-સ્ટેમ્પ કચેરી આવેલી છે, આ કચેરી તરફથી હાલમાં વિન્ડો સિસ્ટમથી સ્ટેમ્પો આપવામાં આવે છે, આ કચેરી ખાતે આજે જે લોકો સ્ટેમ્પ ખરીદવા આવ્યા હતા એ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હતો, સાથે જ કેટલાંક લોકો માસ્ક વગર પણ નજરે પડતાં હતા.