વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : શ્રી એન.એન.ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી , જી.તાપી નાઓએ તાપી જીલ્લા વિસ્તારમાં બનતા મિલ્કત સબંધી વણશોઘાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા તાપી જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એસ. લાડ એલ.સી.બી. તાપી નાઓનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તાપીની ટીમમાં અ.હે.કો. ગણપતસિંહ રૂપસિંહ બ.નં ૩૩૦ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ બ.નં -૩૯૧ સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે વખતે ફરતાં – ફરતાં મોજે વ્યારા જનરલ હોસ્પિટલ પાસે આવતાં સાથેનાં અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ બ.નં -૩૯૧ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કેવ્યારા પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં .૧૧૮ ર ૪ ooo 1૨૦૦૦૨૫૩ / ૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫ ( ઇ ) , ૬૫ એફ ) , ૭૦ એ , ૮૧ મુજબ કામના ગુનાનો વોન્ટેડ આરોપી સાવરલાલ ઉગમલાલ ચૌધરી ( મારવાડી ) રહે.મોટી ગોલણ ચોરા ફળીયુ તા.વાલોડ જી.તાપીનાનો મોજે વ્યારા , મિશન નાકા મહાવીર કોમ્પલેક્ષ ની સામે ઉભો છે. જેણે શરીરે દુધિયા કલરનુ આખી બાયનું શર્ટ તથા સફેદ કલરનો પેન્ટ પહેરેલ છે. તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ સાવરલાલ ઉગમલાલ ચૌધરી ( મારવાડી ) ઉ.વ .૩૫ રહે.મોટી ગોલણ ચોરા ફળીયુ તા.વાલોડ જી.તાપીને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખવામાં આવેલ તેને વ્યારા પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં .૧૧૮૨૪ o ૦૧ ૨૦૦૦૨૫૩/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ -૬૫ ( ) , ૬૫ ( એફ ) , ૭૦ એ , ૮૧ મુજબના ગુન્હાના કામે પુછ પરછ કરતાં તેણે સદર ગુનાની કબુલાત કરેલ હોય અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલ તજવીજ સારૂ વ્યારા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે . આમ ઉપરોકત ગુનાના કામે શ્રી.ડી.એસ.લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.તાપીનાઓને તથા તેમની ટીમને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.