માંગરોળ તાલુકાનાં નવાપરાની શ્રીનાથ રો હાઉસમાં બની વિચિત્ર ઘટના, મહિલાએ ફાંસો ખાઇ કર્યો આત્મહત્યાનો પ્રયાસ : સારવાર દરમિયાન થયું મોત

તસ્વીરો વિચલિત કરે એવી હોય એડિટ કરવી પડી છે.

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મોસાલી- માંગરોળ તાલુકાનાં નવાપરાની શ્રીનાથ રો હાઉસમાં આજે એક વિચિત્ર ઘટનાં બનવા પામી હતી,આ રો હાઉસમાં રહેતી એક મહિલાએ ફાશો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, આ મહિલા નો દેહ એક કલાક સુધી લટકી રહ્યો હતો,આ બનાવની જાણ મહિલાના પતિ અને સ્થાનિકોને થતાં આ લોકો સમજ્યા કે મહિલાનું મોત થઈ ચૂક્યું છે,પરંતુ મહિલાનો મૃતદેહ નીચે ઉતારતાં મહિલાનો શ્વાસ ચાલી રહ્યો હતો,મહિલા ને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમ્યાન મોત થયું હતુ,માતમ મનાવવા કરતા કદાચ મહિલાના દેહને જલ્દી નીચે ઉતારી દીધો હોત તો મહિલા બચી સકતે સ્થાનિક અને પતિએ બીક ના માર્યા દેહને હાથ ન લગાવ્યો હતો. એક સુસાઇટ નોટ પણ મળી આવી છે જેમાં પોતાની મરજી થી આત્મહત્યા કરતી હોવાનું લખ્યું છે ,સુસાઈટ નોટમાં પોતાના પતિ ને ખુબજ પ્રેમ કરતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,આ બનાવ પ્રશ્ને કોસંબા પોલીસ તરફથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *