માંગરોળ તાલુકાના વસરાવી ગામે ઘરમાં આગ લાગતા ૪ વ્યક્તિઓ દાઝી ગયા : દોઢ કલાક બાદ આગને કાબુમાં લેવાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજ રોજ સાંજે પોણા છ વાગ્યાની આસપાસ સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વસરાવી ગામના મસ્જિદ ફળિયામાં વીજ જોડાણના શોર્ટ સર્કિટ થી આગ લાગી હતી. વસરાવી ગામના મસ્જિદ ફળિયામાં મેઈન રોડની નજીકમાં રહેતા જાવિદ ઈસ્માઈલ દલાલ ના ઘરની સાથે જ વીજપોલ મુકવામાં આવ્યો છે. આ વીજપોલ ઉપર શોર્ટ સર્કીટ થવાથી ઘરમાં લાકડા મુકીને લાકડા ઉપર પતરા મુકવામાં આવ્યા હતાં.જેથી શોર્ટ સર્કીટ ને કારણે આગ લાગવા પામી હતી, જેના કારણે તમામ લાકડા તેમજ છતનો ભાગ પણ લાકડાનો બનાવેલ હોવાથી તે પણ સળગી ગયો હતો. આગ લાગી હોવાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોનાં ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઘરના સભ્યોને બચાવવા અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા લોકોમાંથી યાસીન નુર, રીજવન સાલે, એડવોકેટ સુધ્ધામન ગીસા, તેમજ મુસાભાઈ કડવા આ ચાર વ્યક્તિઓ દાઝી ગયા હતા, તાલુકાનાં નાનીનરોલી ગામે આવેલ જી.આઈ. પી.સી.એલ.કંપનીના ફાયર ફાઈટરની મદદ માંગવામાં આવતાં બે ફાયર ફાઈટરો ઘટનાં સ્થળે આવી પોહચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેથી અનાજથી લઈને ઘરના માલ-સામાન, સહીતની ઘરવખરી બળી ને ખાખ થઈ જતાં અંદાજે ૪ થી ૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું ઘરનાં સભ્યોએ જણાવ્યુ હતું