માંગરોળ : ઝંખવાવ ગામે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ : ચોમાસાનો પ્રારંભ થયા બાદ પહેલી વાર આટલો વરસાદ પડ્યો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે મોડી સાંજે માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામ સહીત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં એકા એક પલ્ટો આવી ગયો હતો, ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો,વરસાદે વિકરાણ સ્વરૂપ ધારણ કરતાં માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જો કે છેલ્લા કેટલાંક દિવસોથી ગરમીનો પારો આસમાને પોહચ્યો હતો. જેને પગલે પ્રજાજનો, પશુઓ અને પક્ષીઓ ગરમીથી અકળાઈ ઉઠ્યા હતાં, સાથે જ ખેતીમાં વિવિધ પાકોની વાવણી થયાબાદ પૂરતો વરસાદ ન પડવાથી ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા. જો કે આજે એકી સાથે ત્રણ ઇંચ વરસાદ પડતાં ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે.