સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામની ઘટના : વહાર ગામથી બલાલ કુવા જતા માર્ગ પર આવેલ પુલ પર પાણી ફરી વળ્યાં

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં આમલી દાબડા ગામે, વહાર ગામથી બલાલ કૂવા જતા માર્ગ ઉપર આવેલ પુલ પર પાણી ફરી વળ્યાં છે, આ સમયે આ પુલ પરથી પસાર થતો એક ટેમ્પો પાણી ના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થતા ટેમ્પો પુલ પર પાણીના પ્રવાહ માં ફસાયો જવા પામ્યો હતો, ટેમ્પો તેમજ ચાલક ને ટ્રેક્ટર વડે સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરપાડામાં ૪ ઇંચ થી વધુ વરસાદ પડી ચુક્યો છે. જો કે આ બનાવમાં ટેમ્પો ચાલકનો બચાવ થવા પામ્યો છે.