કોરોનાથી ન ગભરાવો – હિંમત રાખો… સામાન્ય લક્ષણોહોય તો આઈસોલેટ થઈ શકાય….. ડો.પારુલ વડગામા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેર અને ગામડાંની જાહેર જનતાને ડૉ. પારૂલ વડગામા, IMA સુરતના પ્રેસીડન્ટ જણાવે છે કે હાલ શહેરમાં કોરોનાના સંક્રમણ વધી રહયુ છે, કોમ્યુનીટી સંક્રમણ તરફ આગળ વધી રહયા છે.ત્યારે દરેક વ્યક્તિ એ પોતાની વિશેષ સંભાળ અંને કાળજી રાખવી ઈચ્છનીય. જેમ કે પોષ્ટીક ખોરાક, લીલા શાકભાજી, કઠોળ, ફળફળાદી, વિટામીન સી અને ડી, ઓછામાં ઓછા ૭ કલાકની ઉઘ, દિવસમાં ત્રણ થી ચાર લીટર પાણી લેવું ઈચ્છનીય. આ ઉપરાંત શારીરિક કસરત અડધો કલાક. અને યોગ પ્રાણાયમ તથા હકારાત્મકતા રાખવી ઈચ્છનીય છે હું પણ બે અઠવાડીયા પહેલાં કોરોનોમાં સપડાયેલી તથા મેં પણ ઘણા દર્દીઓની સારવાર કરી છે અને અનુભવ્યું છે કે ઘણાંને ઓછી અસર થાય કે ઘણાંને વધુ અસર થાય પણ જેની ઈચ્છા શકિત મજબુત હોય તે બહાર નીકળી જાય. જે વ્યકિતને કોરોનો થાય તેને ભયભીત થવું સ્વાભાવિક છે પણ જયારે સંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલીક ડૉકટરનો સંપર્ક કરવો પડે. એ લક્ષણો કંઈ પણ હોય શકે. જે કેસમાં ગંભીર હાલત હોય તથા ઓકસીજનનું પ્રમાણ ૯૪% થી ઓછું હોય તેને દાખલ કરી ઈજેકશન તથા ઓકસીજનની જરૂર પડે. મારા આ લેખથી જાહેર જનતાને અપીલ કરું છું કે દરેક ગંભીર દર્દીમાં ટોસીલીમુઝેબ કે રેડમીસિવરની જરૂર નથી. આ કેસમાં ચેપનું પ્રમાણ વધુ હોય તેવા કેસમાં આવા ઈન્જકશનની જરૂર પડે છે.આથી મારી જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે માસ્ક વગર બહાર નીકળશો નહીં, સોશીયલ ડીસ્ટન્ટસ રાખશો, બહારથી આવીને તરત જ સ્નાન કરી લેવું અને ઘરમાં પણ ડીસ્ટન્ટસ જાળવવું હિતાવહ છે

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *