સોનગઢ અને ઉચ્છલ પોલીસ દ્વારા કુલ 26 અબોલ પશુઓને ઉગારી લઈ 7 આરોપીઓ ઝડપી પાડ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ સોનગઢ અને ઉચ્છલ પોલીસ દ્વારા કુલ 26 અબોલ પશુઓને ઉગારી લઈ 7 આરોપીઓ ઝડપી પાડ્યા હતાં.
સોનગઢ પોલીસ દ્વારા આજરોજ સવારે 4 વાગેનાં સુમારે કીકાકુઇ ગામની સીમમાં આવેલ આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં પાંચ લાખની કિમતની એક ટ્રક નં. જી.જે. 22-T 4311 અને સાત લાખની કિંમતની ટ્રક નં. જી.જે. 09 Z 4527નાં સાથે ટ્રકનાં માલિક, ડ્રાઈવર, ક્લીનર મળી 6 ઈસમોએ તેમના કબ્જાની ટ્રકમાં કુલ 16 ભેંસો તથા 06 પાડિયાને બંને ગડીઓમાં ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જતાં અને કોઈ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજયમાં હેરાફેરી કરી જતાં પકડાઈ ગયા હતાં . છ આરોપીઓ આરોપી : – ( ૧ ) અનિલકુમાર લક્ષમણભાઇ પરમાર ઉ.વ ૨૬ ૨હે . પરમાર વાસ , વરસીલા ગામ , તા.સિધ્ધપુર જી . પાટણ ( ૨ ) સૌમાભાઇ મણાભાઇ સેનમા ઉ વ ૨૮ ૨ હે.સેનમાવાસ , ડેઘડી ગામ , તા . જી . પાટણ ( ૩ ) મંગેશભાઇ શિવમુતિ મિશ્રા ઉં , વ ૩૬ રહે . શરદનગર , શિવર ગામ , તા.જી અકોલા ( મહારષ્ટ્ર ) ( ૪ ) સિ કે દર કાસમભાઇ સિંધી ઉ.વ .૨૦ ( ૫ ) અનવર યુસુફ સિંધી ઉ.વ .૨૧ ( ૪ ) થી ( ૫ ) રહે , ઐરોડોમ , જયહિન્દ , ગેસવાળાની બાજુમાં , રાધનપુર ચાર રસ્તા પાસે , મહેસાણા તા.જી.મહેસાણા ( ૬ ) સચિન દિલીપ ભાંડે ઉં.વ .૨૯ રહે.ચાલીસ ક્વાટર્સ ગુડ દી ગાવ , તા.જી.અકોલા ( મહારષ્ટ્ર )ને પોલીસે ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ સોનગઢ પોલિસ સ્ટેશનનાં એ.એસ.આઈ. કાર્તિકભાઈ ઇશ્વરભાઈ કરી રહ્યાં છે .
જ્યારે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ.પો.કો. આનંદભાઈ દિનેશભાઈની ફરિયાદ આધારે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ ઉચ્છલનાં બેડકી નાકા ને.હા.નં. 53 ઉપર સવારે 9 વાગ્યાનાં અરસામાં વ્યારાનાં મહાદેવ નગરમાં રહેતા 35 વર્ષનાં ઇમરાન ઈસ્માઈલ શાહને તેનાં કબ્જાનો મહિન્દ્રા પીકઅપ ટેમ્પો નં. જી.જે.-15 YY 2812 જેની અંદાજે કિંમત રુ દોઢ લાખ માં ત્રણ ભેંસ તથા એક નાનુ પાડિયું જેમને ખીચોખીચ અને ટૂંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઇ ઘાસચારો કે પાણીની સગવડ વિના લય જતાં અને કોઇ પ્રાથમિક સારવારનાં મેડિકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીનાં પ્રમાણ પત્ર વગર ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લય જતાં ઝડપી લીધો હતો.