જનરલ હોસ્પિટલ, વ્યારા દ્વારા પ્રસુતાની સફળતાપૂર્વક વેક્યુમ ડીલીવરી કરાવી

Contact News Publisher

૧૦૮ ની ટીમ દ્વારા સગર્ભાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી અને સફળ પ્રસુતિ બાદ ખિલખિલાટ ની મદદથી માતા અને નવજાત બાળકીને ઘરે પહોંચાડી…

જનરલ હોસ્પિટલ વ્યારાના ગાયનેક વિભાગના કુશળ અને હોંશિયાર ડોકટર તેમજ તેમની ટીમ દ્વારા માતા અને બાળકને નુકશાન થયા વગર સફળતા પૂર્વક વેક્યુમ ડીલિવરી કરાવી નવજીવન આપ્યું હતું….

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૨ જનરલ હોસ્પિટલ તાપી ના ગાયનેક વિભાગના ડો.વિશાલભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા સોનગઢ તાલુકાના અંતરિયાળ એવા દેવલપાડા ગામના રવિતાબેન વિપુલભાઇ ગામીત (૨૪વર્ષ) ની સફળ પ્રસુતિ કરાવી હતી.
જિલ્લા કલેકટરશ્રી આર.જે.હાલાણી ના માર્ગદર્શન હેઠળ જનરલ હોસ્પિટલ, તાપીના સિવિલ સર્જન ડો.નૈતિક ચૌધરીના નેતૃત્વમાં હાલમાં કોરોના ઈફેક્ટ વચ્ચે પણ આરોગ્યલક્ષી સેવાઓ સંપૂર્ણ તકેદારી સાથે આપવામાં આવી રહી છે. દરેક દર્દીઓને સરકારશ્રીની આરોગ્યની ઉચ્ચ પ્રકારની સારવાર મળી રહે તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમ રાત-દિવસ ખડે પગે કામગીરી કરી રહી છે.
દેવલપાડા ગામના વતની રવિતાબેનને તા.૦૭/૦૭/૨૦૨૦ ના રોજ તેમના ઘરે લેબર પેન ચાલુ થતા તેમને ૧૦૮ દ્વારા સાંજે ૫-૦૦ કલાકે જનરલ હોસ્પિટલ વ્યારાના ગાયનેક વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપર હાજર ગાયનેકોલોજીસ્ટ ડો.વિશાલભાઈ મકવાણા દ્વારા તાત્કાલિક પ્રાથમિક તપાસ કરતા તેમનું હાઈ બી.પી.૧૬૦/૧૦૦ માલુમ પડ્યું હતું. તેથી માતા અને બાળકને નુકશાન ન થાય તે માટે તેમની જરૂરી સારવાર તેમજ બી.પી.નોર્મલ કરવા માટે ટેબલેટ આપવામાં આવી હતી. આમ સારવાર આપ્યા બાદ સવારે ફરી તપાસ કરાતા તેમનું બી.પી.વધારે જણાતા મેડીકલ ટીમના ઘનિષ્ઠ પ્રયાસોથી તેમને સતત સારવાર આપી હતી. ત્યારબાદ બપોરે ૨-૩૦ કલાકે તપાસ બાદ દર્દીને ખેંચ આવતા તાત્કાલિક ઈંજેકશન આપવામાં આવ્યા હતા. અને ખેંચ ઓછી થઇ હતી. આમ ખેંચ ઓછી થતા સાંજે ૩-૪૫ વાગ્યે સફળતાપૂર્ક વેક્યુમ ડીલિવરી કરાવતા ફિમેલ ચાઈલ્ડનો જન્મ થયો હતો. અને બાળકનું વજન પણ ૩ કિ.ગ્રા.હતું. આમ ડીલિવરી બાદ બાળક અને માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ અને તંદુરસ્ત જણાયા હતા. ડીલિવરી દરમિયાન બી.પી.અને ખેંચ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય હોવા છતા પણ જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોકટર અને તેમના સ્ટાફ દ્વારા સમયસરની યોગ્ય સારવાર આપી દર્દી રવિતાબેનને નોર્મલ કરી સફળતા પૂર્વક વેક્યુમ ડીલિવરી કરાવેલ હતી. ત્યારબાદ એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તા.૧૧/૦૭/૨૦ ના રોજ કાઉન્સેલર વિપુલભાઈ ગામીત દ્વારા તેમનું કાઉન્સેલીંગ કરી રજા આપી ખિલખિલાટ દ્વારા ઘર સુધી સહીસલામત પહોંચાડવામાં આવ્યા હતા.
આમ જનરલ હોસ્પિટલ વ્યારાના ગાયનેક વિભાગના કુશળ અને હોંશિયાર ડોકટર તેમજ તેમની ટીમ દ્વારા માતા અને બાળકને નુકશાન થયા વગર સફળતા પૂર્વક વેક્યુમ ડીલિવરી કરાવી નવજીવન આપ્યું હતું. હાલ બાળક અને માતાની તબિયત સંપૂર્ણ રીતે સ્વસ્થ અને તંદુરસ્ત છે. માતા અને તેમના પરિવારજનોએ જનરલ હોસ્પિટલ,વ્યારા સહિત આરોગ્ય સેવાકર્મીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *