માંગરોળ: તાલુકામાંથી પસાર થતી નહેરમાંથી અજાણી મહિલાની જે લાશ મળી હતી એ ધરમપુર ગામની કુસુમબેનની હતી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માગરોળ તાલુકામાંથી કનવાડા ગામ નજીકથી ઉકાઈ – કાકરાપાર ની મુખ્ય કેનાલ પસાર થાય છે. જેમાંથી ગઈકાલે તારીખ ૨૦ મી જુલાઈના સાંજના સમયે આ નહેર મોસાલી થી કોસંબા જતાં રાજ્યધોરીમાર્ગ પર કનવાડા ગામે બ્રીજ બનાવવામાં આવ્યો છે,આ બ્રીજ ઉપર કોસાડી ગામનાં કેટલાક નવ યુવાનો બેઠા હતા, આ યુવાનોની એકા એક નહેરનાં પાણીમાં નજર પડતાં નહેરનાં પાણીમાં એક મહિલાની લાશ તણાઈ રહી હતી, જેથી આ યુવાનોમાંથી  એક યુવાન તરવેયો હોય એણે  નહેરનાં પાણીમાં છલાગ મારી પાણીમાં તરતી લાશને પકડી  નહેરની બહાર કાઢી લીધી હતી, ત્યારબાદ આ અંગેની જાણ માંગરોળ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાં  સ્થળે આવી પોહચી હતી અને લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરતાં આ મહિલા માંડવી તાલુકાના ધરમપુર ગામની કુસુમબેન બચુભાઇ ટાગજીભાઈ ચૌધરી, ઉમર વર્ષ ૪૫ ની હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે,આ અંગે વિકાસભાઈ બચુભાઇ ચૌધરીએ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આ બનાવ પ્રશ્ને જાણવા જોગ નોંધ કરી છે, કુસુમબેન ગઈકાલે સાંજે પાંચ વાગ્યે ધરમપુર ગામેથી ઉપરોક્ત કેનાલ પસાર થતી હોય એમાં નાહવા માટે ગઈ હતી, તે દરમિયાન  કોઈ ક કારણોસર એ નહેરનાં પાણીમાં તણાઇ જવા પામી હતી અને નહેરમાં ડૂબી જવાથી એનું મોત થવા પામ્યું છે. માંગરોળ પોલીસ મથકનાં અ. હેડ.કો.તૃષિતભાઈ મનસુખભાઈ તપાસ ચલાવી રહ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other