ઉચ્છલ પોલીસે બેડકી નાકા ઉપરથી એક ટ્રક તથા ટેમ્પોમાં લઈ જવાતા 21 અબોલ પશુઓને ઉગારી લીધા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં ઉચ્છલ પોલીસે આજરોજ તા. ૨૧ ૦૭–૨૦૨૦નાં રોજ બેડકી નાકા પાસેથી એક ટ્રક તથા આઈશર ટેમ્પોમાં કતલખાને લઈ જવાતા જાનવરોને ઉગારી લઈ ચાર આરોપીઓને ઝડપી લીધા હતાં . ઉચ્છલ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તા . ૨૧-૦૭–૨૦૨૦ના સવારે ૭.૩૦ કલાકના અરસામાં ઉચ્છલનાં બેડકી નાકા પાસે ને.હા.નં. ૫૩ ઉપર ( ૧ ) રાજેશભાઈ અમરતભાઈ ભંગી , ઉ.વ. ૨૭ , રહે . વરસીલા ભંગીવાસ તા . ચિતપુર જિ . પાટણ . ( ૨ ) બાબુરાવ રામકૃષ્ણ ખેડકર ઉ.વ. ૬૦ , રહે . લોણી પોસ્ટ રીધરા તા.જિ. અકોલા ( મહા . ) ( ૩ ) ગોપાલભાઈ અરજનભાઈ પરાડીયા ઉ.વ. ૩ ર રહે . પરમ નગર શેરી નં . ૧૨૩ વિવેકાનંદ રેલ્વે સ્ટેશનની નજીક તા.જિ. સુરેન્દ્રનગર તથા ( ૪ ) ગોપાલભાઈ જનકભાઈ રબારી ઉ.વ. ૨૦ પરમ નગર શેરી નં . ૧૨૩ વિવેકાનંદ રેલ્વે સ્ટેશનની નજીક તા.જિ. સુરેન્દ્રનગરએ તેઓના કબ્જાની ટાટા ટ્રક નંબર જી.જે. ૦૯ – વાય -૮૩૯૪ જેની કિંમત રૂપિયા પાંચ લાખ જેમાં કુલ નવ નંગ ભેંસો કિંમત રૂપિયા નેવું હજાર તથા નાનુ પાડીયું કિંમત રૂપિયા એક હજાર તથા એક આઈશર ટેમ્પો જી.જે. – 13– વી -6363 જેની કિંમત રૂપિયા ત્રણ લાખ જેમાં કુલ આઠ ભેંસો જેની કિંમત એંશી હજાર તથા ત્રણ નાના પાડીયા કિંમત રૂપિયા ત્રણ હજાર મળી કુલ નવ લાખ ચુમ્મતેર હજારનો મુદ્દામાલ ગણી શકાય . એમ બંને ગડીઓમાં પશુઓને ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જતાં અને કોઈ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજયમાં હેરાફેરી કરી જતાં વાહન ચેકીંગ દરમ્યાન પકડાઈ ગયા હતાં . જે ચાર આરોપીઓને પોલીસે ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે .

આ ગુનાની વધુ તપાસ ઉચ્છલ પોલિસ સ્ટેશનનાં એ.એસ.આઈ. નારાયણજીભાઈ રામજીભાઈ કરી રહ્યાં છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other