ડાંગ જિલ્લાના વઘઇ ખાતે વધુ એક “કોરોના” પોઝેટિવ કેસ નોંધાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ: તા: ૨૦: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા મથકે ભરવાડ ફળિયામાં વધુ એક “કોરોના” પોઝેટિવ કેસ નોંધાવા પામ્યો છે.
ડાંગના એ.ડી.એચ.ઓ.શ્રી ડો. સંજય શાહના જણાવ્યા અનુસાર તાવના લક્ષણ ધરાવતી ભરવાડ ફળિયાની એક ૪૪ વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યો છે. જેમને સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં આ કેસ સાથે કુલ ૧૨ પોઝેટિવ કેસો નોંધાયા છે. જે તમામ કેસોમાં કોઈ લક્ષણો જણાયા ન હતા. જ્યારે આજના આ કેસમાં તાવના લક્ષણો માલુમ પડ્યા હતા.
ડાંગ જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા ૧૨ કેસો પૈકી ૮ દર્દીઓને સારવાર બાદ તેઓ સાજા થતા રજા આપવામાં આવી છે, જ્યારે આ લખાય છે ત્યારે ડાંગ જિલ્લામાં કુલ ૪ એક્ટિવ કેસ/દર્દીઓ સારવાર હેઠળ રખાયા છે.
–