લાંચ કેસમાં પકડાયેલા માંગરોળના મામલતદાર દ્વારા મહેસુલી બાબતમાં કરાયેલ હુકમો રીવ્યુ કરવા આદિવાસી હિતરક્ષક સમિતીએ માંગ કરી

ફાઈલ ફોટો

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : લાંચ કેસમાં પકડાયેલા માંગરોળના મામલતદાર દ્વારા માંગરોળ કચેરીમાં ફરજ દરમિયાન કરવામાં આવેલ મહેસુલી બાબતના હુકમો રિવ્યુ કરવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી હિતરક્ષક સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે
આદિવાસી હિતરક્ષક સમિતિના અગ્રણી અને નિવૃત કલેકટર જગતસિંહ એલ વસાવા તેમજ અન્ય જાગૃત નાગરિકો દ્વારા કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ માંગરોળ મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા મંગુભાઈ મોહનભાઈ વસાવા હાલમાં રૂપિયા ૨૫ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતાં આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ રાજકીય પદાધિકારીઓ ના ઈશારે ભ્રષ્ટાચાર આદરી પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યા છે માંગરોળ તાલુકામાં કેટલાક નાયબ મામલતદારો અને કર્મચારીઓ છુટા હાથે લાંચ લઈ રહ્યા છે પરંતુ તેમની સામે ગરીબ આદિવાસીઓ ફરિયાદ કરી શકતા નથી માંગરોળના મામલતદાર મંગુભાઈ વસાવા દ્વારા રેવન્યુ કેસોમાં ગેરકાયદેસર હુકમો થયા છે ઝંખવાવ ગામ ની જમીન ના સરવે નંબર 50 પૈકી ૧૧માં ખોટી રીતે બિન આદિવાસી ઓ ના નામો દાખલ કરાયા છે હાલ કેશ પ્રાંત કચેરીમાં પેન્ડિંગ હોવા છતાં મામલતદાર દ્વારા તારીખ 13. 2 .2020 ના રોજ એન્ટ્રી પ્રમાણિત કરેલ છે અને નામો સાત બાર ની નકલ માં ચઢાવી દીધેલ છે તે મહેસુલી કાયદા વિરુદ્ધ છે લાંચ લઈ ને આ કાર્ય કરેલ છે આદિવાસી વિસ્તારના અભણ લોકો જોડે છેતરપિંડી અને લાંચ લઈ આદિવાસીઓની જમીન માં પૈસા લઈ ગેરકાયદેસર હુકમો કરેલ હોય જેને કારણે આદિવાસીઓની જમીન વિહોણા બની ગયા છે જેથી માંગરોળ કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવનાર મંગુભાઈ મોહનભાઈ વસાવા ફરજ ઉપર હાજર થયા પછી જેટલા મહેસુલી હુકમો કરાયા છે તે તમામ રિવ્યુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *