માંગરોળ મામલતદાર કચેરીનાં ઇન્ચાર્જ મામલતદાર અને મામલતદાર કચેરીની ટીમે માંગરોળ તાલુકામાં કાર્યરત કંપનીમાં કોરોના પ્રશ્ને લીધેલી મુલાકાત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ મામલતદાર કચેરીનાં ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઈ ચૌધરીનાં નેતૃત્વમાં, મામલતદાર કચેરીની ટીમે આજે તારીખ ૨૦મી જુલાઈના રોજ માંગરોળ તાલુકામાં કાર્યરત કંપનીઓની મુલાકાત લઈ કોરોનાં પ્રશ્ને કેટલીક તકેદારી રાખવા માહિતી આપી એનો અમલ કરવા કંપનીનાં માલિકોને સૂચના આપી છે. માંગરોળ તાલુકાનાં પીપોદરા,નવાપરા લીડીયાત, પાલોદ વગેરે જી.આઈ. ડી. સી. સહિતની કંપનીઓની મુલાકાત લીધી હતી. આમ કુલ સત્તાવીસ જેટલી કંપનીઓની મુલાકાત લઈ કંપનીમાં કામ કરતાં કારીગરો દ્વારા માસ્ક પહેરવામાં આવે છે કે કેમ ? સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે છે કે કેમ ? સેનેટાઈઝર ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? વગેરે પાસઓનું ચેકીંગ કરી જરૂરી સૂચના આપી એનો અમલ કરવા જણાવ્યું હતું, સાથે જ કોરોનાં મહામારીને લઈ થોડી ગાઈડ લાઇન પણ આપવામાં આવી હતી. આ ટીમમાં નાયબ મામલતદાર (પુરવઠા) ગીરીષભાઈ પરમાર વગેરે જોડાયા હતા.