માંગરોળ તાલુકા કોગ્રેસનું મામલતદારને આવેદનપત્ર : દોઢ માસ સુધી પોલીસ તરફથી સ્થળ ઉપર લેવામાં આવતો દંડ બંધ કરવા માંગ કરાઈ

Contact News Publisher

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર પેશ કરી, તાલુકાનાં નાગરિકો પાસેથી  પોલીસ તરફથી, સ્થળ ઉપર જે દંડ વસૂલ કરવામાં આવે છે એ દોઢ માસ સુધી વસુલવામાં ન આવે એવી માંગ કરવામાં આવી છે આ તાલુકામાં બહુજન વસ્તી આદિવાસીઓની છે, એમનું જીવન ખેતી અને પશુપાલન ઉપર નભેલું છે, કાયદાની સંપૂર્ણ જાણકારી ન હોવાથી  તથા કોરોનાં મહામારી તથા લાંબા લોકડાઉનને પગલે  ધંધા રોજગારીમાં પણ અસર થવા પામી છે, ત્યારે સરકાર તરફથી વિવિધ જાહેરનામા પ્રસિધ્ધ કરતાં આ જાહેરનામાનો ભંગ કરનાર પાસેથી પોલીસ સ્થળ ઉપર જ દંડ વસૂલ કરે છે, આ દંડ હાલમાં દોઢ માસ સુધી વસુલવામાં ન આવે એવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે, પ્રજાનાં હીતમાં આ દંડ ન વસુલવા માંગ કરી છે, આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર ને સંબોધીને લખવામાં આવ્યું છે, આ આવેદનપત્ર ની એક નકલ માંગરોળનાં પી.એસ.આઇ.ને પણ આપવામાં આવી છે, આ પ્રસંગે શામજીભાઈ ચૌધરી, સાહબુંદીન મલેક, રૂપસિંગભાઇ ગામીત, એડવોકેટ બાબુભાઇ ચૌધરી, પ્રકાશભાઈ ગામીત વગેરે હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *