તાપી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા NETFLIX ઉપર કાનૂની કાર્યવાહી કરી, પ્રસારણ રોકવા માંગ

Contact News Publisher

( પ્રતિનિધિ દ્વારા , વ્યારા ) :  તાપી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઓ.ટી.ટી. પ્લેટફોર્મ નેટફલીક્સ ‘ ઉપર હિંદુ દેવી , દેવતાઓ , સંતો અને હિંદુ જીવન પદ્ધતિને વિકૃત અને બિભત્સ રીતે દર્શાવી અપમાનિત કરતી વિવિધ શ્રેણીઓને પ્રસારિત થતી રોકવા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી છે . તાપી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદન પત્રનાં અંશો નીચે મુજબ છે . કોરોના મહામારીને પગલે ચાલી રહેલ લોકડાઉન દરમ્યાન આજે આખો દેશ ઘરમાં રહેવા મજબુર બન્યો છે , ત્યારે ઘરમાં રહેલ વ્યકિત ગુન્હાહિત વિચારો અને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ન વળે અને દેશમાં સંસ્કારનું વાતાવરણ બની રહે તેવા સકારાત્મક પ્રયાસો આવશ્યક છે . લોકડાઉન ૧ થી જ દૂરદર્શન ઉપર રામાયણ , મહાભારત , ચાણકય જેવી શ્રેણઓનું પ્રસારણ થયું જેની દેશ અને વિશ્વભરમાં પ્રશંસા થઈ . હાલ નવી ટીવી શ્રેણીઓનું પ્રસારણ બંધ છે ત્યારે મનોરંજનનાં ઉભા થયેલ નવા માધ્યમો ઓ.ટી.ટી. એટલે કે “ ઓવર ધી ટોપ ‘ તરીકે ઓળખાય છે . આવા જ એક ઓટીટી જેનું નામ નેટફલીકસ છે . તેની ઉપર પ્રસારિત થતી કેટલીક શ્રેણીઓમાં હિંદુ દેવી – દેવતાઓ , સંતો અને હિંદુ જીવન પદ્ધતિને વિકૃત અને બિભત્સ રીતે દર્શાવવામાં આવે છે . આ શ્રેણીઓ ધ્વારા તેઓ માત્ર હિંદુ ધર્મ – સંસ્કૃતિ તથા હિંદુ સમાજનાં લોકોની આસ્થા – શ્રધ્ધા અને ધાર્મિક લાગણીઓને જ આહત કરવાનું નીંદનીય કૃત્ય કરી રહ્યા છે . ક્રિષ્ના એન્ડ હીસ લીલા નામની તેલુગુ વેબ મૂવીમાં ભગવાનશ્રી કૃષ્ણને પ્લે બોય તરીકે ચિતરવામાં આવ્યા છે . આ વેબ શ્રેણીમાં મહિલા પાત્રોના નામો પણ સત્યા અને રુકમણી રાખવામાં આવ્યા છે . વેબ મૂવીનાં હિરોને પૂછવામાં આવ્યું કે , તમને પ્રેરણા શામાંથી મળી ? તેનો ઉત્તર આપતા હિરો જણાવે છે કે , “ કૃષ્ણનાં જીવન માંથી . ” અનુષ્કા શર્મા દિગ્દર્શિત વેબ મૂવી પાતાલ લોક અને “ બુલબુલમાં પણ આવી જ રીતે રાધા અને કૃષ્ણનાં પાત્રોને અપશબ્દોથી બોલાવવામાં આવે છે . પાંચાલી નામની વેબ સીરીઝમાં મહાભારતના મહાન પાત્ર પાંચાલીને વિકૃત રીતે દર્શાવવામાં આવી છે . આમ , કરી તેઓ આયોજન પૂર્વક હિંદુઓ જેમને ભગવાન માને છે , પોતાના ઈષ્ટ દેવ માને છે તેમને અભદ્ર રીતે પ્રદર્શિત કરી હિંદુઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે . હિંદુઓ તેમનું ધૈર્ય ગુમાવી રસ્તા ઉપર ઉતરે અને દેશમાં અરાજકતા ફેલાય તેવા બદઈરાદાથી તેઓ આ કૃત્ય કરી રહ્યા છે . હિંદુ સાધુ સંતો , મહાત્માઓ , તપસ્વીઓની ધાર્મિક લાગણીઓ અને શ્રદ્ધાને દુઃખ પહોંચાડવાના બઈરાદાથી તેઓ આવા કૃત્યો કરી રહયા છે . હિંદુ સમાજની યુવા પેઢીને ગેરમાર્ગે દોરી ધર્મ– સંરકૃતિની બાબતમાં ભ્રમિત કરવાનું નિંદનીય કૃત્ય તેઓ કરી રહયા છે . હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આવી વેબ શ્રેણીઓની યાદી પત્રમાં સામેલ રાખી તે શ્રેણીઓને તાત્કાલિક હુકમથી બંધ કરાવવા અનુરોધ કરાયો છે . આ શ્રેણીઓનાં નિર્માતા દિગ્દર્શકોને તાત્કાલિક અસરથી હુકમ કરી શ્રેણીઓનું પ્રસારણ બંધ કરાવવામાં આવે અને આવા નિર્માતા દિગ્દર્શક હિંદુ સમાજ તથા હિંદુ સંતોની જાહેરમાં માફી માંગે . તેમના ઉપર કાનુની કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવે . તેમજ ઓ.ટી.ટી. ઉપર પ્રસિદ્ધ થઈ રહેલ તમામ વેબ સીરીઝો , ફિલ્મ કે અન્ય કાર્યક્રમો માટે દેખરેખ રાખનાર કે મોનીટર કરનાર નિયુકત કરવામાં આવે તથા હિંદુ ધર્મ વિરૂદ્ધ કોઈપણ પ્રસારણ અંગે જવાબદારી સુનિશ્ચિત થાય . અન્યથા હિંદુ સમાજે જાહેર માર્ગો ઉપર ઉતરી આંદોલન કરવું પડશે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *