ઉચ્છલ પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરફેર કરતાં છ આરોપીઓ સહિત પંદર લાખ તોત્તેર હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ઉચ્છલના બેડકી નાકા પાસેથી ઉચ્છલ પોલીસે બે ટ્રક એક ટેમ્પો સહિત છ આરોપીઓને ગેરકાયદેસર પશુઓની હેરફેર કરતાં ઝડપી પાડ્યા છે.
ઉચ્છલ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, આજરોજ સવારે 8 વાગ્યાનાં અરસામાં ઉચ્છલ પોલીસે ઉચ્છલના બેડકી નાકા પાસે ને.હા.નં. ૫૩ ઉપર નીચે જણાવેલ છ આરોપીઓને તેઓના કબ્જાનાં ટાટા ટ્રક નંબર- GJ – 16 – X – 7295 ની કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – માં ભેંસો નંગ -૧૧ કુલ કિ.રૂ .૧,૧૦,૦૦૦ / મળી કુલ્લે કિ.રૂ. કિ.રૂ .૬,૧૦,૦૦૦ / – તથા ટાટા ટ્રક GJ – 16 – V – 4890 ની કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – માં ભેંસો નંગ ૦૮ ની કિ.રૂ .૮૦,૦૦૦ / – તથા બે નાના પાડીયા કિ.રૂ .૨૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૫,૮૨,૦૦૦ / – તથા એક આઈશર ટેમ્પો GJ – 23 – X – 0273 ની કિ.રૂ .૩,૦૦,૦૦૦ / – માં ભેંસો નંગ -૦૮ ની કિ.રૂ .૮૦,૦૦૦ / – તથા એક નાનું પાડીયા કિ.રૂ .૧૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૩,૮૧,૦૦૦ / – ગણી શકાય.એમ કુલ્લે કિ.રૂ .૧૫,૭૩,૦૦૦ / – નો મુદ્દામાલ ગણી શકાય.એમ ત્રણેય ગાડીઓમાં પશુઓને ખીચોખીચ અને ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઇ ઘાસચારો કે પાણીની સગવડ વિના લઇ જતાં અને કોઇ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઇ જતાં ઝડપી પડયા હતા. જે અંગે ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં ASI નારાણજીભાઈ રામજીભાઈ કરી રહ્યા છે.
પોલીસે ઝડપેલા છ આરોપીઓનાં નામ સરનામા
( ૧ ) મુસ્તાકભાઈ અબ્દુલભાઈ પટેલ ઉ.વ .૫૨ રહે – મદીના પાર્ક ભરૂચ તા.જિ.ભરૂચ
( ૨ ) વિક્રમભાઈ ધનજીભાઈ પટેલ ઉ.વ .૪૫ રહે – નંદેવાડ તા.જિ. ભરૂચ
( ૩ ) નવીનચંદ્ર ચીમનલાલ મોદી ઉ.વ .૬૮ રહે – અંકલેશ્વર રામવાટીકા તા.અંકલેશ્વર જિ.ભરૂચ
( ૪ ) પંકજભાઈ મંગાભાઈ ખાટરીયા ઉ.વ. ૨૦ રહે – સાવરકુંડલા ખાદી ગલીમાં તા.અમરેલી જિ.અમરેલી
( ૫ ) રમેશભાઈ સામજીભાઈ રાજપુત ઉં.વ .૪૬ રહે – રાજકોટ નવું થોરાળા શેરી નંબર -૧૦ તા.જિ.રાજકોટ
( ૬ ) પ્રવિણભાઈ દિલુભા ગઢવી ઉ.વ .૩૦ રહે – મોરબી વિશીપરા તા.જિ.મોરબી