તાપી જીલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે સંકળાયેલ ૧૮ મત્સ્યોધોગ સહકારી મંડળીઓની બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે સંકળાયેલ સોનગઢ, ઉચ્છલ , વ્યારા, નિઝર અને કુકરમુંડા તાલુકાની ૧૮ મત્સ્યોધોગ સહકારી મંડળીના હોદ્દેદારો , માછીમાર આગેવાનો અને માછલીના વેપારીઓની એક મીટીગનુ આયોજન મદદનીશ મત્સ્યોધોગ નિયામક, ઉકાઈ દ્વારા તા. ૧૮/૭/૨૦ ના રોજ ૧૪ કલાકે કરવામાં આવેલ. મીટીગમાં મંડળીના પ્રમુખ મંત્રી, માછીમાર આગેવાનો અને માછલીના વેપારી મળી ૪૦ થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા. મીટીગનુ આયોજન રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને જિલ્લાના લક્ષ્યાંકની જાણકારી અને માહિતગાર કરવા માટે રાખવામાં આવેલ. મીટીગમાં મંડળીના પ્રમુખ મંત્રી, માછીમાર આગેવાનો અને માછલીના વેપારીઓનું શાબ્દિક સ્વાગત તેજસ ચોધરી , મત્સ્ય અધિકારી દ્વારા કરવામા આવેલ.

રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારની યોજના અન્વયે માછીમારોને કીશાન કાડઁ આપવાની મુહીમ તળે મત્સ્યોધોગ મંડળીના તમામ સભાસદોને આવરી લેવા માટે ફોમઁ ભરીને ઉકાઈ મત્સ્યોધોગ કચેરીને પહોંચતા કરવા મદદનીશ મત્યોધોગ નિયામક, ઉકાઈ દ્વારા જણાવ્યું. બે મંડળીઓેએ તેમના તમામ સભાસદોના કીશાન કાડઁ માટે ફોમઁ રજુ કરી દિધેલ હોય અભિનંદન આપવામા આવ્યા. કામગીરી મંડળીઓએ તેમના ૭૫૦૦ સભાસદો માટે ઝડપભેર ફોમઁ ભરીને રજુ કરવાની બાહેંધરી આપેલ છે.
રાજ્ય સરકારની મત્સ્યોઘોગની હયાત યોજનાઓ બોટજાળ ખરીદી ૩૦ હજારના ૫૦ % સહાય, પગડીયા માછીમારી યુનિટ ૮ હજારના ૯૦% સહાય, ડીપ ફિજ ખરીદી ૨ લાખના ૫૦% સહાય, ઈન્સુલેટેડ બોક્ષ ખરીદી ૧૫ હજારના ૫૦ % સહાયની જાણકારી અને જિલ્લાને ફાળવીયેલ લક્ષ્યાંકની જાણકારી આપવામાં આવી.
રાજ્ય સરકારની બોટ જાળ ખરીદી સહાય યોજનામાં ૨૦૦ જેટલી બોટો માટે માછીમારો લાભ લેવા માંગતા હોય તેની નોંધ કરવામાં આવી.

રાજ્ય સરકાર ભારત સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો તબક્કાવાર અમલ કરવા જઈ રહેલ હોય, યોજના તળે તાપી જિલ્લામાં માછીમારો લાભ લઈ શકે તેવા ઘટકોની વિસ્તરુત માહીતી આપવામાં આવી. યોજના તળે માછલીની હેચરી બનાવવા માટે યુનિટ કિંમત ૩૦ લાખ, માછલી બિયારણ ઉછેર અને માછલી ઉછેરના તળાવો બનાવવા માટે યુનિટ કિંમત ૭ લાખ, માછલી ઉછેર માટે ઈનપુટ ખચઁ યુનિટ કિંમત ૪ લાખ, બાયોફલોક તળાવ યુનિટ કિંમત ૧૪ લાખ, રંગીન માછલીની બેકયાડઁ હેચરી યુનિટ કિંમત ૩ લાખ, મધ્યમ કક્ષાની રંગીન માછલી ઉછેર એકમ યુનિટ કિંમત ૮ લાખ, મીઠાપાણીની રંગીન માછલીનો ઉત્પાદન અને ઉછેર યુનિટ કિંમત ૨૫ લાખ, બાયોફલોક દ્વારા માછલી ઉત્પાદનના ૩ ધટકો યુનિટ કિંમત ૭.૫લાખ, ૨૫ લાખ અને ૫૦ લાખ, જળાશયમાં કેજ મા માછલી ઉછેર યુનિટ કિંમત ૩ લાખ પ્રતિ કેજ, રેફીજરેટેડ વાન યુનિટ કિંમત ૨૫ લાખ, ઈન્સ્યુલેટેડ વાન યુનિટ કિંમત ૨૦ લાખ, મોટર સાયકલ વીથ બોક્ષ યુનિટ કિંમત ૭૫ હજાર, વિવિધ ક્ષમતાના ફીડમીલ યુનિટ કિંમત ૩૦લાખ, ૧૦૦ લાખ, ૨૦૦ લાખ અને ૬૫૦ લાખની વિસ્તરુત માહીતી આપવામાં આવી. યોજના અન્વયે સામાન્ય અરજદારને ૪૦ %,એસ.સી., એસ.ટી. અને મહિલા લાભાથીઁને ૬૦% સહાય મળવાપાત્ર રહેશે. યોજનાનો લાભ લેવા માટે અરજી પોજેકટ રીપોટઁ તથા નકશા ને અંદાજ / કવોટેશન રજુ કરવાના રહેશે. મંજૂરી મળ્યેથી કામગીરી શરુ કરી / ખરીદી કરી પુણઁતા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ત્યારબાદ સહાય અરજદારના બેંકખાતા સીધી ચુકવવામાં આવશે. તમામ વિગતવાર માહીતી મદદનીશ મત્સ્યોધોગ નિયામક રાજેન્દૃકુમાર શીંગાળા ધ્વારા આપવામાં આવી. મોટર સાયકલ વીથ બોક્ષ યોજના માટે ૨૫૦ થી વધુ અરજદારો તાત્કાલિક અરજી પહોંચતી કરશે તેવી બાહેંધરી મંડળીના પ્રતિનિધિઓ તરફથી મળેલ છે.

તાપી જીલ્લા આદિજાતિ વિકાસ મંડળમાં મંજુર થયેલ ઘટકોની જાણકારી રુત્વીક ટંડેલ મત્સ્ય અધિકારી ઉકાઈ દ્વારા અને મત્સ્યબીજ ઉત્પાદન અને ઉછેર સંબંધીત યોજના અને લક્ષ્યાંક અને મળવાપાત્ર લાભની જાણકારી દિલીપ ચોહાણ મદદનીશ મત્સ્યોધોગ અધિક્ષક(સી) ઉકાઈ દ્વારા આપવામાં આવી હતી. મીટીગના અંતે મદદનીશ મત્સ્યોધોગ નિયામક દ્વારા સવેઁનો આભાર માની માછીમારોના વિકાસ માટે કામ કરવાની સવેઁને વિનંતી કરવામાં આવી હતી.

મંડળીના હોદ્દેદારો દ્વારા ઉકાઈ જળાશય જલદીથી ઇજારા પર અપાય એવી વિનંતી કરવામાં આવી. આ વિસ્તારમાં કેજ કલ્ચરના પ્રણેતા અશોકભાઈ દ્વારા યુવાન આદિવાસી માછીમારોને કેજ કલ્ચર, બાયોફલોક અને અન્ય યોજનામાં અન્ય યોજનાઓનું કન્વજઁન મળી રહે તો બેકાર લોકોને રોજગારી , ઉત્પાદન અને વ્યવસાય ધરઆંગણે જ હોવાની વાત કરી, યોજનાનો સારો લાભ મળી રહે તે માટે તમામ વિસ્તારની તમામ બેંકોનો સહકાર મળી રહે તો સોનામાં સુગંધ ભળી તેવો અહેસાસ થશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *