નિઝર પોલીસ દ્વારા એક જ દિવસમાં પશુ હેરાફેરીનાં બે ગુનામાં ચાર આરોપી સહિત સોળ લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડવામા આવ્યો
( મુકેશ પાડવી દ્વારા , વેલ્દા – નિઝર ) : તાપી જિલ્લામાં નિઝર પોલીસે આજરોજ તા . ૧૮-૦૭-૨૦૨૦નાં રોજ આશ્રાવા ત્રણ રસ્તા ઉપરથી એક બોલેરો પીક અપ ગાડી તથા એક ટ્રક તથા બે ભેંસો તથા નાનુ પાડીયું મળી કુલ નવ લાખ બોત્તેર હજારનો મુદ્દામાલ અને ચાર આરોપી ઝડપી પાડયો હતો જયારે કુકરમુંડા તાલુકાનાં આશ્રાવા ત્રસ્તા ઉપરથી -બીજી એક ટ્રક કે જેમાં સોળ નંગ બળદો સહિત છ લાખ સાઈઠ હજારનો મુદ્દમાલ ઝડપી પાડ્યો હતો જેમાં આરોપી ભાગી છૂટયો હતો .
નિઝર પોલીસ મથકે નોંધાયેલા બે અલગ અલગ પશુ હેરાફેરીનાં ગુનાઓ નોંધાયા હતાં , જેમાં ( ૧ ) નિઝર પોલીસ સ્ટેશને આજરોજ તા .૧૮ મી જુલાઈના રોજ અંદાજે ૩ વાગ્યનાં અરસામાં નવા આશ્રાવા ત્રણ રસ્તા ઉપરથી પસાર થતી એક મહિન્દ્રા કંપનીની બોલેરો પીક અપ ફોર વ્હીલ ગાડીમાં કુલ બે નંગ ભેંસો તથા નાનુ પાડીયુ તેમજ એક ટાટા કંપનીની ટ્રકમાં પંદર નંગ ભેંસો ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જતાં અને કોઈ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસના પ્રમણપત્ર વિના ગેરકાયદેસર રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજયમાં હેરાફેરી કરી જતાં વાહન ચેકીંગ દરમ્યાન ગાડી નંબર જીજે- ૩ , બી.વી. ૬૮૭૪ જેની કિંમત ૩ લાખ તથા ભેંસ અને પાડીયાની કિંમત રર હજાર મળી ત્રણ લાખ બાવીસ હજાર તથા ટાટા કંપનીની ટ્રક નંબર જીજે- ૨૪ એકસ ર ૦૦૩ જેની કિંમત ૫ લાખ તથા પંદર ભેંસોની કિંમત એક લાખ પચાસ હજાર મળી છે લાખ પચાસ હજાર એમ બંને ગાડીઓ મળી કુલ નવ લાખ બોત્તેર હજારનો મુદ્દામાલ અને ચાર આરોપીઓ ( ૧ ) રમેશભાઈ લવજીભાઈ માંડણી ( ૨ ) હીતેશભાઈ પ્રેમજીભાઈ માંડાણી -બંને રહે . કડુકાગામ તા . જસદણ જી . રાજકોટ ( ૩ ) અલીખાન બાગેખાન બલોચ રહે . સિધ્ધપુર તા . સિધ્ધપુર જી . પાટણ ( ૪ ) આશિફમીયા અજીતમીયા મલીક રહે . સામરખા મહોલ્લો આણંદ જી . ખેડા . ગુનો કરતા પકડાઈ ગયા હતાં . જેમની વિરૂદ્ધ નિઝર પોલીસ મથકે અ.હે.કો. બિપિનભાઈ રૂસ્તમભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે .
જ્યારે પશુ હેરાફેરીનાં બીજો નોંધાયેલ ગુનો આ મુજબ છે. ( ર ) નિઝર પોલીસ સ્ટેશને આજરોજ તા .૧૮ મી જુલાઈના રોજ અંદાજે ૫-૩૦ વાગ્યાના અરસામાં નવા આશ્રાવા ત્રણ રસ્તા ઉપરથી પસાર થતી એક ટાટા કંપનીની ટ્રકમાં સોળ નંગ બળદો ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જતાં અને કોઈ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજયમાં હેરાફેરી કરી જતાં વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક ચાલક પોલીસની નજર ચુકવી અંધારાનો લાભ લઈ , ટ્રક સ્થળ ઉપર છોડી નાસી ગયો હતો . ટ્રકમાં બાંધેલ ગાયો તથા બળદો નંગ ૧૬ જેની કિંમત એક લાખ સાઈઠ હજાર જે પૈકી એક ગાય તથા એક -બળદ મૃત હાલતમાં ) તથા ટ્રક નંબર એમએચ- ૦૪ એફ – પી– ૬૯૩૬ જેની કિંમત પાંચ લાખ મળી કુલ છ લાખ સાઈઠ હજારનો મુદ્દામાલ પોલીસે ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે . આ ગુનાની વધુ તપાસ નિઝર પોલસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.એચ. લોહ કરી રહ્યાં છે . આમ એક જ દિવસમાં નિઝર પોલીસ દ્વારા કુલ રૂપિયા સોળ લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે .