ડાંગ જિલ્લાના આર્થિક સહાયથી વંચિત બાંધકામ શ્રમિકો જોગ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૧૭ ; “ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ” અંતર્ગત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના લાભાર્થીઓ કે જેમના આધારર્લીંક બેંક ખાતામાં PFSM દ્વારા રૂ.૧૦૦૦/-ની આર્થિક સહાય કરવાનું ઠરાવાયું છે. જે મુજબ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના આધાર લીંક બેંક ખાતામાં આ સહાય ચુકવવામાં આવી છે.
જયારે કેટલાક શ્રમિકોના ડેટા ઇન વેલીડ/અધૂરા હોય જેવા કે આધાર નંબર ખોટા હોય, બેન્કની વિગતો અપૂરતી હોય, બેંક આધાર લીંક ન હોય, બેંક ખાતું બંધ હોય જેવા કારણોસર નોંધાયેલા બાંધકામ શ્રમિકોને મળવાપાત્ર આર્થિક સહાય તેમના ખાતામાં જમા કરાવી શકાતી નથી. જેથી નોંધાયેલા (લાલ બુક ધરાવતા) બાંધકામ શ્રમિકો આર્થિક સહાયથી વંચિત છે, તેવા લાભાર્થીઓ તેમની વિગતો બોર્ડના પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in/registrationform) ઉપર રજુ કરી શકશે.
બાંધકામ શ્રમિક પોતાના રેડ બુક (ઓળખ પત્ર) નંબરને આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઈન સબમિટ કરાવે તે ઇચ્છનીય છે. બોર્ડ/NIC દ્વારા તેઓની વિગતો ચકાસી PFMS દ્વારા આર્થિક સહાયની ચુકવણી નાગરિક પુરવઠા વિભાગ કરી શકશે. તો સત્વરે બાકી રહી ગયેલા નોંધાયેલા શ્રમિકો તેમની વિગતો તા.૩૦/૭/૨૦૨૦ પહેલા સબમિટ કરાવે તેવી અપીલ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ દ્વારા જણાવાયું છે.
–