ડાંગ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો જોગ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૧૭ ; ડાંગ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે, સને ૨૦૨૦/૨૧ના વર્ષ માટે બાગાયત ખાતા હસ્તકની HRT-2 યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે, નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવાની યોજના અમલ હેઠળ છે.

ડાંગનાં જિલ્લા બાગાયત અધિકારી શ્રી તુષાર ગામીત તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ડાંગ જિલ્લાના ખેડૂતો તા.૧૫/૮/૨૦૨૦ સુધી આઈ.ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. જેથી રસ ધરાવતા ખેડૂતોને નિયત સમય મર્યાદામાં અરજી સાથે જરૂરી સાધનિક કાગળો, અને આધાર કાર્ડ સાથે મદદનીશ બાગાયત નિયામક, આહવા-ડાંગની કચેરીનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other