માંગરોળ પોલીસે એક જ દિવસમાં એક કાર અને એક મોટરસાયકલમાંથી ગૌમાંસ સાથે કુલ 2 લાખ, 37 હજારનો મુદામાલ કબ્જે કર્યો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ નાયી, કલ્પેશ જેસીંગ, અમૃત ધનજી, પ્રગનેશ અરવિંદ, કિરણ રાજેન્દ્ર, વગેરેની ટીમ હાલમાં ચાલી રહેલ કોરોનાં મહામારીને પગલે સરકાર અને વહીવટીતંત્ર તરફથી વિવિધ જાહેરનામા ઓ પ્રસિધ્ધ કરવામાં આવેલા છે, જેના ભાગરૂપે આ ટીમ માંગરોળ તાલુકાનાં મોસાલી ચારરસ્તા ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતી હતી, એ દરમિયાન કોસાડી તરફથી એક ઇનોવા ગાડી જીજે-૧૯-એમ-૨૨૩૨ આવતાં પોલીસ ટીમે આ ગાડીને ઉભી રાખવા ઈશારો કરતાં ગાડી માર્ગની બાજુમાં ઉભી રાખતાં પોલીસે, ગાડી ચેક કરતાં કાળી કોથળીમાં માસ જેવું લાગતાં, ૩૩ કીલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. શખ્સનું નામ પૂછતાં ઇસ્માઇલ ઇલ્યાસ નૂરગત, રહેવાસી તડકેશ્વર હોવાનું જણાવ્યું હતું. પોલીસે ૩૩૦૦ રૂપિયાનું ગૌમાંસ અને બે લાખ રૂપિયાની ગાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઈ. પરેશ એચ. નાયીએ પોલીસ મથકનાં અમૃત ધનજી અને રાજદીપસિંહ અરવિંદસિંહને મેસેજ આપ્યો કે કોસાડીથી સીમોદરા ગામ તરફ મોટરસાયકલ જીજે-૧૯-એએન-૬૧૯૯ ઉપર એક ઇસમ કોસાડીથી ગૌમાંસ લઈને પસાર થનાર છે. જેથી વોચ રાખવા જણાવ્યું હતું, ત્યારે સીમોદરા ગામની સીમમાં નાનાં નૌગામાં  ગામનાં માર્ગ ઉપર ઉપરોક્ત મોટરસાયકલ આવતાં આ મોટર સાયકલ ઉભી રખાવી એનું નામ પૂછતાં યાસીન આદમ ભુલા, રહેવાસી કોસાડી, તાલુકા માંગરોળ જણાવ્યું હતું. એની પાસે કાળા કલરની થેલીમાં અને ડીકી ચેક કરતાં એમાંથી પણ કાળી થેલીમાંથી પણ ગૌમાંસ મળી આવ્યું હતું. જે કુલ ૩૫ કીલો હતું જેની કીમત ૩૫૦૦ રૂપિયા અને મોટર સાયકલની કીમત ૩૦,૦૦૦ મળી કુલ ૩૩,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી, અ.હે.કો. તૃષિતભાઇ મનસુખભાઈએ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *