માંગરોળ મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ : ૨૫ હજારની લાંચ લેતાં મામલતદારને ઝડપી પાડ્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ મામલતદાર કચેરીમાં આજે તારીખ ૧૬ મી જુલાઈના રોજ સુરત ગ્રામ્ય એ.સી.બી.એ ટ્રેપ ગોઠવતાં માંગરોળના મામલતદાર મંગુભાઈ એમ. વસાવા ૨૫ હજાર રૂપિયાની લાંચ લેતાં, મામલતદાર કચેરીમાં જ સુરત ગ્રામ્યની, એ.સી.બી.ટીમે ઝડપી પાડી ૨૫ હજાર રૂપિયાની રીકવરી પણ એ.સી.બી.ટીમે કરી છે,એક જાગૃૃૃત નાંગરિકની ફરિયાદ ને આધારેે એ.સી.બી.એ આ કામના ફરીયાદીના મિત્રની જમીનની માપણી કરાવવાની હોય આ કામના ફરીયાદીએ જમીન માપણી માટે આ કામના આરોપીને રૂબરૂ મળતા આ કામના આરોપીએ જમીનની માપણી કરાવવા સારૂ ઓર્ડર કાઢવા માટે પહેલા એક લાખની લાંચની માંગણી કરેલ બાદ રકઝકના અંતે પંચોત્તેર હજારની લાંચની રકમની માંગણી કરેલ અને જમીન માપણી અંગેની અરજી આપવા આવો ત્યારે રૂ.૨૫૦૦૦/- આપવા જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી પકડાય જઇ ગુનો કર્યો વિગેરે બાબતે, ટ્રેપીંગ અધિકાર આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફે આ કામગીરી કરી હતી,મામલતદાર અને એક્સયુકવટીવ મેજિસ્ટ્રેટ મંગુભાઇ એમ. વસાવા પ્રમુખપાર્ક સોસાયટી, ગડખોલ પાટીયા, અંકલેશ્વર ખાતે રહે છે. આ ગુનાનું સુપર વિઝન એન.પી. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમેં કર્યું હતું.