“કોરોના”ને પગલે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ગીરા દાબદર અને ધાંગડી ગામે “કન્ટેઈનમેન્ટ” તથા “બફર” ઝોન જાહેર કરાયા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : તા: ૧૫: નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. COVID-19 ને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિઘ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા.૩૧-૦૭-૨૦૨૦ સુઘી કેટલીક છુટછાટ સાથે લોકડાઉનની અવઘિ લંબાવવાના આદેશ કરેલ છે. સમગ્ર ગુજરાત રાજય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં COVID 19 ના કેસો તપાસ દરમ્યાન બહાર આવી રહેલ છે.

જેના અનુસંઘાને કેન્દ્ર સરકારના ઉક્ત હુકમ અન્વયે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન અંગે અનલોક-ર ની માર્ગદર્શિકા સાથે જાહેરનામું પ્રસિઘ્ઘ કરવામાં આવેલ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ મહામારીની વર્તમાન પરિસ્થિતીનો સામનો કરવા તથા તેના સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ જિલ્લા કક્ષાએ આયોજન, સંકલન, તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાઓ લેવા જિલ્લા કલેકટરશ્રીને જરૂરી સત્તાઓ આપવામાં આવેલ છે.

જે મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ગીરા દાબદર ગામમાં એક કેસ, તેમજ ધાંગડી ગામમાં એક કેસ મળીને કુલ બે COVID-19ના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાઇરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર પ્રતિબંઘ ફરમાવવાની જરૂરિયાત જણાતા ડાંગ જિલ્લાના કલેકટર-વ-જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોર દ્વારા ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ–૨૬(ર), તેમજ ઘી એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨, તેમજ ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ-૩૦, તથા કલમ-૩૪ હેઠળ નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંઘ ફરમાવ્યો છે.

જે મુજબ COVID-19 ના પોઝીટીવ કેસ મળી આવેલ વિસ્તારમાં નીચે મુજબની વિગતે COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે.

(અ) ગીરા દાબદર તા.વઘઇ જિ.ડાંગ
ઉત્તરમાં આંતરીક રોડ સુધીનો વિસ્તાર, પૂર્વમાં કુડકસ રોડ સુઘીનો વિસ્તાર, દક્ષિણે ઇન્દુરામભાઇના ઘર સુઘીનો વિસ્તાર, પશ્ચિમે શૈલેષભાઇના ઘર સુઘીનો વિસ્તાર

(બ) ધાંગડી તા.વઘઇ જિ.ડાંગ
ઉત્તરે હરીભાઇના ખેતર સુઘીનો વિસ્તાર, પૂર્વમાં સુરેશભાઇના ખેતર સુઘીનો વિસ્તાર, દક્ષિણે કોતર સુઘીનો વિસ્તાર, પશ્ચિમે સુરેશભાઇના ખેતર સુઘીનો વિસ્તાર

ઉક્ત વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર ઉપર પ્રતિબંઘ મુકવામાં આવે છે.

(૧) આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઇડલાઇન (SOP) મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે.
(ર) આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે નકકી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલીંગની કાર્યવાહી કરવાની રહેશે.
(૩) આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેટીંગ કરીને સંપુર્ણ બંઘ કરવાના રહેશે, અને આખા વિસ્તારને સીલબંઘ કરી દેવાનો રહેશે. જેથી એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ સિવાયના અન્ય કોઇ પણ રસ્તેથી કોઇ પણ વ્યકિત કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઇ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યકિત તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે.
(૪) આ વિસ્તારમાં બહારની કોઇ પણ વ્યક્તિ અંદર જઇ શકશે નહીં તથા આ વિસ્તારના રહેવાસી વ્યક્તિ બહાર જઇ શકશે નહીં.
(પ) આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજ વસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને ૨૪×૭ રાઉન્ડ ઘી કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે.
(૬) કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ ૭-૦૦ કલાકથી ૧૯-૦૦ કલાક સુઘી ચાલુ રાખી શકાશે.
(૭) આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સબંઘિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.
(૮) ભારત સરકારશ્રીનાં Containment Area પ્લાનની ગાઇડલાઇનની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.
(૯) કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોઇપણ વ્યક્તિ/કર્મચારીઓ કન્ટેનમેન્ટ ઝોનની બહારના સરકારી/ખાનગી એકમોમાં ફરજ ઉ૫ર જઇ શકશે નહીં.
(૧૦) ભારત સરકારશ્રીનાં ગૃહ મંત્રાલયના તા.૨૯/૦૬/ર૦ર૦ ના હુકમ તેમજ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૩૦/૦૬/૨૦૨૦ ના જાહેરનામા અન્વયે સમગ્ર જીલ્લામાં આપેલ છુટછાટ બાબતે અત્રેની કચેરીએથી પ્રસિધ્ધ કરેલા જાહેરનામા ક્રમાંકઃફજદ/વશી-૪૦૦૨ થી ૪૦૩૨/ર૦ર૦ તા.૩૦/૦૬/ર૦ર૦ ની જોગવાઇઓ આ વિસ્તારને લાગુ પડશે નહીં. તેમજ લોકડાઉન અંગેના જાહેરનામામાં દર્શાવેલ પ્રતિબંઘિત કૃત્યો કરી શકાશે નહીં.

૨. નીચે જણાવેલ વિસ્તારને COVID-19 બફર ઝોન (BUFFER ZONE) એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે.

(અ) ગીરા દાબદર તા.વઘઇ જિ.ડાંગ
ઉત્તરમાં સીતારામભાઇના ઘર સુઘીનો વિસ્તાર, પૂર્વમાં કુડકસ રોડ સુઘીનો વિસ્તાર, દક્ષિણમાં ગનશ્યાભાઇના ઘર સુઘીનો વિસ્તાર, પશ્ચિમે મુકેશભાઇના ઘર સુઘીનો વિસ્તાર

(બ) ધાંગડી તા.વઘઇ જિ.ડાંગ
ઉત્તરમાં હરીભાઇના ખેતર સુધીનો વિસ્તાર, પૂર્વમાં હરીભાઇના ખેતર સુધીનો વિસ્તાર, દક્ષિણમાં કોતર સુધીનો વિસ્તાર, પશ્ચિમે રાજેશભાઇ સતિશભાઇના સુઘીનો વિસ્તાર

ઉક્ત મુજબના વિસ્તારને (BUFFER ZONE) તરીકે જાહેર કરવામાં આવે છે. ઉપર્યુકત બફર ઝોનમાં આવશ્યક સેવાઓના પુરવઠા સબંઘિત અવર જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૭-૦૦ કલાકથી ૧૯-૦૦ કલાક સુઘી મુકિત આપવામાં આવે છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન દ્વિચક્રિય વાહન પર ૧ (એક) વ્યક્તિથી વઘુ અને ત્રણ/ચાર ચક્રિય વાહનમાં બે વ્યક્તિ (ડ્રાઇવરસહિત) થી વઘુ પ્રવાસ કરી શકશે નહીં. ઉપર જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ રહેશે.

// અપવાદ //
આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં.૪૦-૩/ર૦ર૦-DM-I(A) તા.૨૯/૦૬/૨૦૨૦ ના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતો-વખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઇશ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

// અમલવારીનો સમય //
આ હુકમની અમલવારી તા.૧૫/૦૭/ર૦ર૦ થી તા.૧૧/૦૮/ર૦ર૦ નાં ર૪-૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) કરવાની રહેશે.

// સજા //
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમજ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી.
આ હુકમ અન્‍વયે ડાંગ જિલ્‍લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્‍સપેકટર તથા પોલીસ સબ ઈન્‍સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને તથા આરોગ્ય વિભાગના અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other